ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જરગલી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ના ચોકમાં ગ્રામ પંચાયત દ્વારા રસ્તા ના બ્લોકની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જેના અનુસંધાને ગ્રામજનોના સાથ સહકારથી સ્વામિનારાયણ મંદિરના બહારના ચોકમાં સરસ મજાના બ્લોક પાથરી ગામની શોભા વધારી હતી જે ચોકનો ઉદ્ઘાટન કરવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા આનંદગઢ ગુરુકુળ થી પરમ પૂજ્ય હરિવદનદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય કર્તવ્ય સ્વરૂપદાસજી સ્વામી તથા ગામના સરપંચ શ્રી તલાટી મંત્રી આદિક ગ્રામજનોની હાજરીમાં લાલ રીબીન છોડી તથા શ્રીફળ વધેરી મંત્રોચ્ચાર સાથે આ ચોકનો ઉદ્ઘાટન કરેલ જે ચોક નું નામ પૂજ્ય હરીવદનદાસજી સ્વામીએ ગામની અંદર પ્રગટેલા મહાન સંતવરીય ભંડારી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામીના નામે હરિપ્રસાદ ચોક એવું નામાભિધાન કરેલ અને કહેલું કે આજથી આ ચોક નું નામ હરિપ્રસાદ ચોક એવું રહેશે અને ગ્રામજનોને રૂડા આશીર્વાદ આપેલ કે આ કમિટી તથા ગ્રામજનો દ્વારા તથા ગ્રામના શ્રેષ્ટીઓ દ્વારા આવા અનેક ગ્રામ વિકાસના કાર્યો થતા રહે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જરગલી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ના ચોકમાં ગ્રામ પંચાયત દ્વારા રસ્તા ના બ્લોકની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ
ગિરગઢડા
ભરત ગંગદેવ.
