Gujarat

ફાટસર શાળા માં દાતા શ્રી દ્વારા સ્વાસ્થય કીટ નું દાન. કોઈએ સાચું જ કહ્યું છે કે ..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
દાતા-માતા જગમાં જુઓ, નિ:સ્વાર્થ છે બેઉનાં કામ…!
‘દાતા’ તો આ જગતમાં, પૂણ્ય તણું ભૈ ધામ…!.કોઈ પણ કામ હોય જેને સરળ બનાવવુ હોય તો સમાજના દાતા આગળ આવે તો જ આ કામ શક્ય બને.આવી જ રીતે ફાટસર શાળા માં બાળકો ને દાંત ની સફાઈ રહે અને બાળકો માં સ્વચ્છતા નો ગુણ કેળવાય એ હેતુ માટે દરેક બાળકો ને બ્રશ,કોલગેટ અને ઉલિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું.આ કાર્ય માટે આર્થિક ખર્ચ ને પહોંચી વળવા ગામ લોકો આગળ વાત મૂકવામાં આવી અને માત્ર ૩૦ મિનિટ માં તેની જોગવાઈ સુતરીયા પરિવાર માંથી કરી આપવામાં આવી.જીતુભાઈ ગગજીભાઇ સુતરીયા (ભૂતપૂર્વ વિદ્યાર્થી ) હાલ રહે આફ્રિકા તેમના દ્વારા 70% બાળકો  અને એસ.એમ.સી ફાટસર તથા ફાટસર શાળા પરિવાર દ્વારા 30% બાળકો ને કીટ આપવામાં આવી.ફાટસર શાળા ના આચાર્ય કૌશિકભાઈ લાખાણી તેમજ સ્ટાફ દ્વારા આ કાર્ય ને બિરદાવી તેમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.તેવો હંમેશા પોતાના કાર્ય ક્ષેત્ર માં આગળ વધે તેવી શુભેચ્છાઓ બાળકો દ્વારા પાઠવવામાં આવી.

IMG-20220723-WA0507.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *