Gujarat

ગીર-સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગની  NCVBDC શાખા દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 ગીર-સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગની  NCVBDC શાખા દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ”ની ઉજવણી કરવામા આવી હતી. મેલેરિયા પરોપજીવી  દ્વારા થતો અને માદા એનોફેલીસ મ્ચ્છર દ્વારા ફેલાતો રોગ છે જે સારવાર તથા કાળજીના અભાવે જીવલેણ પણ નીવડી શકે છે. ઊજવણીના ભાગ રુપે જિલ્લાના અધિકારીશ્રીઓ તથા સુપરવાઈઝરશ્રીઓ ના સુપરવિઝન તળે દરેક MPHW, આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા હોમ ટુ હોમ વિઝીટ કરી પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર,ભંગાર, અગાસી,પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરી જે જગ્યાએ મચ્છરો નું બ્રિડિંગ(પોરા) જોવા મળેલ ,જેમાં  ટેમોફોસ/કેરોશીન નાખી મચ્છરના પોરાનો  નાશ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત જુદા જુદા લોકજાગૃતિ ના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં જિલ્લાના દરેક પ્રાથમીક આરોગ્ય કેંદ્ર દ્વારા રેલીનુ આયોજન તેમજ કોડિનાર અને તાલાળા તાલુકા હેલ્થ કચેરી દ્વારા શાળાના બાળકોમા મેલેરિયા વિશે જાગૃતિ આવે એ હેતુ થી પોસ્ટર મેકિંગ ,વકૃત્વ  સ્પર્ધા તથા નિબંધ લેખન સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હ્તુ. વેરાવળ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રેલી, ગુરૂ શીબીર તથા મેલેરિયા ના મોડેલ દ્વારા આરોગ્ય મેળા દરમિયાન પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. ઉના ,ગીર ગઢડા અને સુત્રાપાડા તાલુકામા પણ ભિન્ન ભિન્ન આરોગ્ય લક્ષી કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિના પ્રયાસ કરવામા આવ્યા હતા.

IMG-20220426-WA0503.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *