ગુજરાત પ્રદેશમાં આહીર સમાજ હિતાર્થે કામ કરતા મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજન ગુજરાત પ્રદેશ આહીર યુનિટી દ્વારા સમાજમાં સંગઠન,ધર્મસંસ્કાર,શિક્ષણ, જેવા મહત્વના મુદ્દા ને લઇને આગામી તા.૧૧ – ૯- ૨૨ ના રવિવારે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે,બપોરે ૨ વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં સંગઠનમાં ગુજરાત ભરના આહીર સમાજના વસવાટ વાળા જિલ્લાઓમાંથી પધારેલ યુવા,વડીલોને યુનિટી માં જવાબદારી સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવનાર છે. જેથી નવા સંગઠન માળખા સાથે નવીન ટીમ તૈયાર થઇ નવા જોમ,ઉત્સાહ સાથે સમાજની યુનિટી ને વિવિધતા સભર આગળ વધારવાના પ્રયાસ માં સૌ પોઝીટીવ કૃષ્ણભાવ સાથે સહભાગી બનવા ખાસ ઉપસ્થિત રહેવા આહીર યુનિટી ના માંગરોળ ના રહીજ ગામના ગોવિંદભાઇ ચોચા એડવોકેટ એ જણાવ્યું છે. સાથોસાથ સમાજની ઉનત્તિમાં રાજનીતિ પણ એક પ્રકલ્પ છે સમયોચિત તે મુદ્દે પણ ગહન અભ્યાસ,વિચારણા હાથ ધરવામાં આવશે.સમાજની સર્વાંગી વિકાસની યશગાથા રેગ્યુલર આગળ વિકસતી રહે તેવા શુભ હેતુસર સૌ સમસ્ત આહીર સમાજ ને આહીર યુનિટી ના માંગરોળ ના રહીજ ગામના ગોવિંદભાઈ ચોચા ઉપસ્થિત રહેવા અખબારી યાદીમાં જણાવે છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area


