નિસાર શેખ,મહુધા
પંજાબ રાજ્યના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સુરક્ષા સંદર્ભે બનેલી ઘટનાને મહુધા શહેર સંગઠન તથા મહુધા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને કેન્ડલ માર્ચ ની રેલીનું આયોજન કરાયું મહુધા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ માર્ચ તથા વિરોધ પ્રદર્શન ની રેલીનું આયોજન મહુધા રણછોડજી મંદિર થી લઈ હનુમાનજી મંદિર સુધી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મહામંત્રી નટુભાઈ, મહુધા શહેર સંગઠનના પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહામંત્રી મધુભાઈ રબારી, પંકજભાઈ ત્રિવેદી, તાલુકા શહેર સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા યુવા મોરચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ, મહામંત્રી વિકાસ ભાઈ, તાલુકા પ્રમુખ મેહુલભાઈ, મહામંત્રી તેજસભાઈ, જિલ્લા નાં યુવા મોરચાના પ્રમુખ જય ભાઈ પટેલ, યુવા મોરચાના કાર્યકર્તા પ્રવિણભાઈ,જીગરભાઈ, શુભમ ભાઈ, હેમલભાઈ, સંકેતભાઈ, હાર્દિકભાઈ, અનિલભાઈ, વ્રજભાઈ તથા કુલદીપ ભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં


