Gujarat

મહુધા તાલુકાના નિર્વૃત પ્રા.શિક્ષક સંધ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર.

નિસાર શેખ,મહુધા
મહુધા મામલતદાર કચેરી ખાતે મહુધા તાલુકાના નિવુત પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું જેમા પેન્શન બાબતે આવેદનપત્ર આપીને વિવિધ માગણી કરવામાં આવી હતી
મહુધા તાલુકાના નિવુત પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું જેમા પેન્શન બાબતે  આવેદનપત્ર આપીને વિવિધ માગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મેડિકલ ભથ્થું રૂપિયા 300ના બદલે કેન્દ્રના ધોરણે રૂપિયા 1 હજાર પહેલી જાન્યુઆરી 2016થી ચુકવવું, સાતમા પગાર પંચના સચિવોની સમિતિના ફાઈનલ રિપોર્ટ મુજબ 3% આસપાસ વધારાનું પેન્શન ચુકવવું, રાજ્ય સરકારના પેન્શનરોને 40% પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરવામાં આવે છે. જે રકમ પેન્શનરના પેન્શનમાં વ્યાજ સહિત 15 વર્ષ સુધી માસિક હપ્તા રૂપે કાપવામાં આવે છે. જેથી પેન્શનરને ઘણું જ આર્થિક નુકશાન થાય છે. હાલમાં બેંકોના થાપણ ઉપર વ્યાજ દર અને બેંક તરફથી આપવામાં આવતી લોનમાં વ્યાજના દર ઓછા થયેલા હોવાથી કોમ્યુટેડ (રીસ્ટોરેશન) પેન્શન 15 વર્ષના સ્થાને 10 વર્ષ કપાત કરવાની વર્ષ 2004થી અમલમાં આવેલી નવી પેન્શન યોજના બંધ કરી તેના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગણી કરવામાં આવી છે.આ સાથે સાથે પેન્શન એ આવક નથી માટે તમામ પેન્શનરોને આવકવેરામાંથી મુક્તિ આપવા માંગણી કરાઈ છે.
અન્ય વિવિધ વિવિધ માંગણીઓને લઇ  મહુધા તાલુકાના નિવુત પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા મહુધા મામલતદાર ને  આવેદનપત્ર આપ્યું

IMG-20220418-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *