Gujarat

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનને જામનગરવાસીઓ ઉમળકાભેર વધાવશે

મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્દ જુગનાથ, WHO ના ડાયરેક્ટર જનરલ શ્રી ટેડ્રોસ, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોનું પણ અદકેરું સન્માન કરશે જામનગર

 

થાન, બાંટવા, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર સહિતની 19 રાસ મંડળીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહાનુભાવોને આવકારશે

 

જામનગર તા.૧૮, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૯ એપ્રિલના રોજ જામનગર પાસેના ગોરધનપરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસનના શિલાન્યાસ કાર્યક્રમમાં આવનાર છે. વડાપ્રધાનશ્રીના આગમનને જામનગરવાસીઓ ઉમળકાભેર વધાવશે.

 

આ પ્રસંગે WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્દ જુગનાથ તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. જામનગરના અતિથિ થનાર તમામ મહાનુભાવોનું જામનગરવાસીઓ અદકેરૂ સ્વાગત સન્માન કરશે.

 

જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી આવનાર રાસ મંડળીઓ કાઠીયાવાડી લેહકા સાથે રાસની રમઝટ બોલાવશે. સુરેન્દ્રનગર, થાન, જૂનાગઢના બાટવા, પોરબંદર, ધ્રોલના લતીપર સહિતની 19 રાસ મંડળીના કલાકારો તેમની કૃતિ આગવા અંદાજમાં રજૂ કરશે.ઉપરાંત સીદસર, જામનગરના વિવિધ ગૃપ દ્વારા જામનગર ખાતે પધારનાર મહેમાનોના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. જામનગર-ગુજરાતને પરંપરાંગત ઔષધીઓ માટે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર વિશેષ ગૌરવ અપાવશે. તેનો જામનગરવાસીઓને વિશેષ ઉત્સાહ છે.

000000

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *