Gujarat

માંગરોળમાં મહાશિવરાત્રી ના પાવન દિવસે શિવ મંદિરો મા શ્રદ્ધાળુઓ ની ભીડ… 

 માંગરોળમાં મહાશિવરાત્રી ના પાવન અવસરે સવારથી જ શિવ મંદિરો માં શ્રદ્ધાળુઓ ભોલેનાથ ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા
શિવ મંદિરો આજના દિવસે વિષેશ શ્રંૃગાર તેમજ મહાઆરતી દીપમાળા રાત્રીના મહાપુજા પણ કરાઇ છે આજ ના દિવસે માંગરોળ માં અતિપૌરાણિક શિવ મંદિર જેમાં કામનાથ મહાદેવ મંદિર, તેમજ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર માં પણ સવાર થીજ ભીડ જોવા મળી હતી આજ ના પવિત્ર દિવસે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં દિપમાળા સાથે ભગવાન શિવ ની ચાર ટાઈમ મહાઆરતી કરવામાં આવે છે તેમજ ભક્તો માટે ભાંગ નો પ્રસાદ પણ વિતરણ કરાય છે
માંગરોળ આજે મહા શિવરાત્રી ના પવન દિવસે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવ ની ખુબજ શ્રદ્ધાભેર આરાધના કરવામાં આવી હતી ત્યારે શહેર ના શિવમંદિરો હર હર મહાદેવ ૐ નમઃ શિવાય ના નાદ થી ગુંજી ઊઠ્યા હતા..
રીપોર્ટર..વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *