કોમોડિટી ઓપ્શન્સના ટર્નઓવરમાં ફેબ્રુઆરીમાં 47 ટકાની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.811 વધ્યાઃ કપાસ, કોટન, રબરમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ મેન્થા તેલમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 1519 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 1893 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1176 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 28 ફેબ્રુઆરીના મહિના દરમિયાન 97,41,315 સોદાઓમાં કુલ રૂ.8,21,995.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરી મહિનામાં કોમોડિટી વાયદાઓમાં ટર્નઓવર 12.78 ટકા વધીને રૂ.5,05,926.73 કરોડ, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સનું નોશનલ ટર્નઓવર ગત મહિનાના રૂ.2,08,85139 કરોડથી વધીને ફેબ્રુઆરી મહિનામાં 47.43 ટકાના ઉછાળા સાથે રૂ.3,07,905.91 કરોડનું થયું હતું, જ્યારે કોમોડિટી ઈન્ડેક્સ વાયદાનું ટર્નઓવર 16.40 ટકાની વૃદ્ધિ સાથે રૂ.8,162.55 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 35,21,033 સોદાઓમાં કુલ રૂ.1,96,265.98 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.47,677ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,797 અને નીચામાં રૂ.47,555ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.3,128 વધી રૂ.50,760ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,261 વધી રૂ.40,546 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.304 વધી રૂ.5,071ના ભાવે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.61,101ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,097 અને નીચામાં રૂ.59,951ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ. 3944 વધી રૂ.64,920ના સ્તરેના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 4546 વધી રૂ.65,864 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4,548 વધી રૂ.65,864ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 5,80,634 સોદાઓમાં રૂ.1,19,444.07 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.38.30 વધી રૂ.279.85 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.10 વધી રૂ.306ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.40.70 વધી રૂ.776.95 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.221.7 વધી રૂ.1,911.50 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.20 વધી રૂ.191ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 22,43,388 સોદાઓમાં કુલ રૂ.1,84,983.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો મહિનાના પ્રારંભે રૂ.6,506ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,617 અને નીચામાં રૂ.6,390ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.811 વધી રૂ.7,291 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.30 ઘટી રૂ.336.70ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 40,281 સોદાઓમાં રૂ.5,232.71 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,962.50ના સ્તરે બંધ થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,740ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.38,630 અને નીચામાં રૂ.35,710ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.470 ઘટી રૂ.36,910ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,350ના ભાવે ખૂલી, રૂ.942 ઘટી રૂ.16175ના સ્તરે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.128.90 વધી રૂ.1100.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ ફેબ્રુઆરી મહિના દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,52,758 સોદાઓમાં રૂ.90,340 કરોડનાં 1,81,616.153 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,68,275 સોદાઓમાં કુલ રૂ.1,05,925.98 કરોડનાં 16,635.438 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,36,914 સોદાઓમાં રૂ.1,10,295.37 કરોડનાં 15,98,11,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 12,06,474 સોદાઓમાં રૂ.74,689 કરોડનાં 2,18,09,30,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 36,219 સોદાઓમાં રૂ.5,077.28 કરોડનાં 1353325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 3,789 સોદાઓમાં રૂ.147.09 કરોડનાં 1518.12 ટન, રબરના વાયદાઓમાં 219 સોદાઓમાં રૂ.3.78 કરોડનાં 228 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ ફેબ્રુઆરી મહિનાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,423.905 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 335.230 ટન, ક્રૂડ તેલમાં 909000 બેરલ અને નેચરલ ગેસમાં 7477500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 207150 ગાંસડી, મેન્થા તેલમાં 320.4 ટન, રબરમાં 73 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર ફેબ્રુઆરી મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં 35,251 સોદાઓમાં રૂ.2,784.52 કરોડનાં 38,453 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 43,708 સોદાઓમાં રૂ.4,417.17 કરોડનાં 47,222 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 10,639 સોદાઓમાં રૂ.960.87 કરોડનાં 11,059 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે બુલડેક્સ વાયદામાં 576 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 812 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 143 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ માર્ચ વાયદો 6,851ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,709 અને નીચામાં 6,533ના સ્તરને સ્પર્શી, 1176 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 418 પોઈન્ટ વધી 7,237ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 14,010ના સ્તરે ખૂલી, 1519 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 828 પોઈન્ટ વધી 14,856ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 17,960ના સ્તરે ખૂલી, 1893 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1073 પોઈન્ટ વધી 19041ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, ફેબ્રુઆરી મહિના દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14,305.83 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,370.37 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,70,378.38 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17,781.41 કરોડનાં કામકાજ થયાં હતાં.


