Gujarat

મોરબી જલારામ મંદિર ખાતે શુક્રવારે રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણી ની ભજન સંધ્યા યોજાશે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ) ના સહયોગથી ભજન સંધ્યા નુ અનેરુ આયોજન

 ગિરગઢડા
   ભરત ગંગદેવ..
        મોરબી જલારામ મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા પ.પૂ. બાળવિદુષી રત્નેશ્વરી બેન ના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન યોજાઈ રહી છે ત્યારે આગામી તા.૨૯-૪-૨૦૨૨ શુક્રવાર રાત્રે ૯ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુપ્રસિધ્ધ ગાયક તથા ભજનીક રામ નામ કે હીરે મોતી ફેઈમ  અશોકભાઈ ભાયાણી & સાજીંદા ગૃપ દ્વારા ભજન સંધ્યા નો કાર્યક્રમ સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત (સિમ્કો ગૃપ) ના સહયોગ થી રાખવા મા આવેલ છે. તો આ કાર્યક્રમ મા શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને સમયસર પધારવા શ્રી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬૮, અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬ તથા ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.

IMG-20220427-WA0278.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *