Gujarat

જેતપુરમાં સાડીના કારખાનામાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

જેતપુરનાં સગીર સહીત ચાર શખ્સોની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા
જેતપુરમાં સાડીના કારખાનામાંથી સાડીના જથ્થાની થયેલ ચોરીનો ભેદ રૂરલ એલસીબીએ ગણતરીની કલાકોમાં ઉકેલીને સગીર સહીત ચાર શખ્સોને સાડીઓ નંગ 112,કાર સાથે મોબાઈલ ફોન-4 સહિત રૂ.37 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જેતપુરમાં ચંદ્રમોલેશ્વર મંદિર પાછળ  આવેલ અવસર ટેકક્ષટાઈલ નામના સાડીના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં દેવાંગભાઈ સંજયભાઈ જયસ્વાલે જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ કારખાના માંથી છ દિવસ અગાઉ એમ્બ્રોડરી સાડીઓ નંગ-112 જેમની કિંમત કુલ રૂ.75,264 મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાનું જેતપુર સિટી પોલીસ મથકે નોંધાઇ હતી.
આ અંગેની ફરીયાદ પરથી રૂરલ એલસીબી.પી.આઈ.એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી જેતપુરનાં ફૂલવાડી વિસ્તારમાં રહેતા મદની અમીન રફાઈ, તેમજ જેતપુરના નાજાવાળા પરામાં રહેતા દેવાંગ રવજી ભાખોત્તરા,તેમજ ધરમ રવિ ગોહેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરને સાડીઓ નંગ-112, તેમજ હ્યુન્ડાઈ કાર,મોબાઈલ ફોન-4 મળી કુલ રૂ.3,37,264 નો મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220427-WA0101.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *