છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો.
રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા બ્લોક હેલ્થ મેળાઓની શ્રૃંખલામાં છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજીત બ્લોક હેલ્થ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા પંચાયત અધ્યક્ષાએ રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રેલા બ્લોક હેલ્થ મેળાઓના આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કરી સરકારની અનેકવિધ યોજનાઓ અંગે જાણકારી આપી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે વિગતે છણાવટ કરી તેમણે તમામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ મેળવી લેવું જોઇએ એમ ઉમેરી તેમણે કોરોના હજુ ગયો નથી તેથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવા અનુરોધ કર્યો હતો.
સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઇ દેસાઇએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબો માટે આશિર્વાદરૂપ યોજના હોવાનું જણાવી તેમણે દરેક લાયક નાગરિકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ મેળવી લે એમ જણાવી તેમણે કોરોના વાયરસે દેશમાં ફરી દેખા દીધી હોઇ સૌ નાગરિકો માસ્ક પહેરવાથી લઇ કોરોના સામે સાવચેત રહેવા જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સ્વસ્થ જીવન શૈલી જીવવા માટે યોગ કરવો જોઇએ એની પ્રજાને શીખ મળે એ માટે યોગનિદર્શન કરવામાં આવ્યું આવ્યું હતું.
સંખેડા ખાતે આયોજીત બ્લોક હેલ્થ મેળામાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ ટેસ્ટ, આંખોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીઓને મફત એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ મેળવી શકે એ માટે સ્થળ પર જ કીટ મુકવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


