Gujarat

સાવરકુંડલા ખાતે આજ રોજ તા.૧૪/૨/૨૦૨૨ને સોમવારે સંત શિરોમણી ગુરુ રોહિદાસ સાહેબની ૫૭૨મી જન્મ જયંતીના

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલા ખાતે આજ રોજ તા.૧૪/૨/૨૦૨૨ને સોમવારે સંત શિરોમણી ગુરુ રોહિદાસ સાહેબની ૫૭૨મી જન્મ જયંતીના સપ્તાહના જે કાર્યક્રમો નક્કી થયેલ તે મુજબ આજે  સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાની સંયુક્ત ટીમ ઘ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી પ્રતિમાને  પુષ્પાંજલિ આપી શ્રદ્ધા સુમન અર્પિત કરેલ અને ૧૪ ફેબ્રુઆરી ૨૯૧૯માં આપણા કાશ્મીર પુલવામામાં હુમલામાં શહીદ થયેલ ૪૨ શહિદ જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપેલ હતી આ કાર્યક્રમમાં શ્રી કેશુભાઈ વાઘેલા, અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચા, શ્રી અરવિંદભાઈ મેવાડા, ઉપપ્રમુખશ્રી, અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચા, શ્રી રાજુભાઈ નાગ્રેચા અને શ્રી વિજયસિંહ વાઘેલા, મહામંત્રીશ્રી, સાવરકુંડલા શહેર ભાજપ, તેમજ સાવરકુંડલા ભાજપ અનુ. મોરચાના તાલુકા પ્રમુખશ્રી હીરાભાઈ બગડા, શહેર પ્રમુખશ્રી હસુભાઈ ખેતરીયા, ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વેગડા, મહામંત્રીશ્રી લલિતકુમાર મારૂ,  નગરપાલિકાના સદસ્યશ્રીઓ નીતિનભાઈ હેલૈયા, હરિભાઈ ભરવાડ, કરશનભાઇ આલ, કારોબારી સભ્યશ્રીઓ શ્રી દીપકભાઈ મારૂ, રામજીભાઈ સરવૈયા, સંજયભાઈ રાઠોડ, તેમજ સમાજના અગ્રણી વીરજીભાઈ વેગડા, વિરલભાઈ રાઠોડ, પ્રવીણભાઈ સોલંકી, કાંતિભાઈ વાળા, વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ હાજર રહી કાર્યક્રમ પૂર્ણ કરેલ.

IMG-20220214-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *