ઊના સ્વામી વિવેકાનંદ સંકુલના વિદ્યાર્થીનીઓએ ગીરસોમનાથ જીલ્લા કક્ષા યુવા સ્પર્ધા વર્ષ ૨૦૨૨/૨૩ માં સમગ્ર જીલ્લા કક્ષાના વકતૃત્વ સ્પર્ધામાં વૈભવી પ્રવિણભાઇ ઝાલાવાડીયા વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ તેમજ અપેક્ષા દિનેશભાઇ સાંખટ લોકવાર્તા સપર્ધામાં પ્રથમ આવી સફળતા પ્રાપ્ત કરી પોતાનું અને માતા પિતાનું તેમજ શાળા પરિવારનું નામ રોશન કર્યું છે તે બદલ આ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્રારા અભિનંદન પાઠવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા વર્ષ-2022-23 યોજાયો હતો. જેમાં વિવિધ શાળાના સ્પર્ધકોએ વક્તૃત્વ લોકવાર્તા સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.


