વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાની ૮૫-માણાવદર વિધાનસભા મતવિસ્તાર અને ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર, ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તાર, ૮૮-કેશોદ વિધાનસભા મતવિસ્તાર, ૮૯-માંગરોળ વિધાનસભા મતવિસ્તાર માટે ત્રણ જનરલ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.
૮૫-માણાવદર, ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી સી.સુદર્શન રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે. જેમનો સંપર્ક નંબર ૯૩૨૬૩૬૮૧૮૪, મનોરંજન સર્કિટ હાઉસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે ૪ થી ૫ વાગ્યા સુધીમાં થઇ શકશે.
૮૮-કેશોદ, ૮૯-માંગરોળ વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી આશિષ કુમારની નિમણૂક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો. ૯૦૧૬૪૮૩૬૪૪, મનોરંજન સર્કિટ હાઉસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે ૧૧ થી ૧૨ વાગ્યા સુધીમાં થઇ શકશે.
૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી બુધ્ધેશકુમાર વૈધ્યની નિમણૂક કરવામાં આવી છે. જેમનો સંપર્ક નંબર ૯૧૦૬૯૩૫૧૨૧, મનોરંજન સર્કિટ હાઉસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે ૧૧ થી ૧૨ વાગ્યા સુધી થઇ શકશે.
આ મત વિસ્તારોના નાગરિકો કોઈ પણ ફરિયાદ/રજૂઆત તેમને કરી શકે છે તેમ જૂનાગઢ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
