ગિરગઢડા
ભરત ગંગદેવ..
મોરબી જલારામ મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા પ.પૂ. બાળવિદુષી રત્નેશ્વરી બેન ના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન યોજાઈ રહી છે ત્યારે આગામી તા.૨૯-૪-૨૦૨૨ શુક્રવાર રાત્રે ૯ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુપ્રસિધ્ધ ગાયક તથા ભજનીક રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણી & સાજીંદા ગૃપ દ્વારા ભજન સંધ્યા નો કાર્યક્રમ સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત (સિમ્કો ગૃપ) ના સહયોગ થી રાખવા મા આવેલ છે. તો આ કાર્યક્રમ મા શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને સમયસર પધારવા શ્રી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬૮, અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬ તથા ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.


