Maharashtra

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના વેડિંગમાં ફોન પર પ્રતિબંધ નહીં મૂકાય

મુંબઈ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલને નવો ટ્રેન્ડ સેટ કરવાનું વધારે ગમે છે અને તેની ઝલક મેરેજની તૈયારીમાં દેખાઈ રહી છે. ૭ ઓક્ટોબરે તેમના રિસેપ્શન છે અને ઈન્વિટેશન વહેંચાઈ રહ્યા છે. સામાન્ય રીતે સેલિબ્રિટીઝ મેરેજમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ હોય છે, જેથી કોઈ વીડિયો વાઈરલ ન બની જાય. જાે કે રિચા અને અલીએ મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાના બદલે ગેસ્ટને કમ્ફર્ટેબલ ફિલ થાય તેવો પ્રયાસ કર્યો છે. રિચા-અલીના વેડિંગ સેલિબ્રેશનનું ઈન્વિટેશન મેચબોક્સ જેવા આકારનું હતું. તેમણે મેરેજ સેરેમનીમાં લાઈવ ડાન્સ, મ્યૂઝિકની સાથે કેટલીક સરપ્રાઈઝ પણ રાખેલી છે. તેમણે પોતાના ઈનવાઈટમાં જણાવ્યું છે કે, ફોન મૂકી દો અને મજા કરો. કેમેરામાં આ ક્ષણને કંડારવાની ચિંતા ન કરો. તેને રીઅલ ટાઈમમાં સાચવો. કોઈ પણ પ્રકારના અંકુશ ન મૂકાય ત્યારે લોકો વધારે સારું ફિલ કરતા હોય છે અને તેથી તેમણે પ્રતિબંધો નહીં મૂકવાનું પસંદ કર્યું છે. રિચા અને અલી ૨૦૧૨ના વર્ષમાં ફુકરેના સેટ પર મળ્યા હતા અને ઝડપથી પ્રેમ પાંગર્યો હતો. તેમણે છેક ૨૦૧૭ના વર્ષમાં સેલ્ફી શેર કરીને પોતાના રીલેશનશિપને ઓફિશિયલ કર્યા હતા. રિપોર્ટ્‌સ મુજબ, ૪ ઓક્ટોબરે મુંબઈમાં તેમના મેરેજ છે. તેના પહેલા દિલ્હીના હેરિટેજ ફોર્ટમાં ત્રણ દિવસ પ્રી-વેડિંગ સેરેમની થશે અને સાતમીએ રીસેપ્શન રાખવામાં આવ્યું છે.

Page-40.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *