ગોદાવરી
આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાંથી એક પ્રાઈવેટ એન્જીનિયરીંગ કોલેજના ચાર વિદ્યાર્થીઓને પોલીસે પકડી પાડ્યા છે. તેમના પર એક જૂનિયરનું રેગીંગના નામ પર લોખંડના પાઈપથી ફટકારવાનો અને છાતી પર ગરમ પ્રેસથી દઝાડવાનો આરોપ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જાણકારી છે કે, આરોપી પીડિત એક છોકરી સાથે સંબંધને લઈને નારાજ હતા. જે બાદ તેમણે રેગિંગના નામ પર જૂનિયર વિરુદ્ધ પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. ભીમાવરમના પોલીસ નિરીક્ષક બી કૃષ્ણ કુમારે પીડિતની ઓળખાણ ભીમાવરમ શહેરના એસઆરકેઆર એન્જીનિયરીંગ કોલેજના દ્વિતિય વર્ષના છાત્ર અંકિત (૨૦) તરીકે થઈ છે. જ્યારે આરોપીઓના નામ પ્રવિણ, પ્રેમ, નીરજ અને સ્વરુપ છે. નીરીક્ષકના જણાવ્યા અનુસાર, અંકિતના આરોપીઓએ લોખંડના પાઈપ વડે ફટકાર્યો અને બાદમાં હોસ્ટેલના રૂમમાં તેની છાતી પર ગરમ પ્રેસથી દઝાડ્યો હતો. અંકિતને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. અને તેની હાલત ઠીક હોવાનું કહેવાય છે. ઈંસ્પેક્ટરે કહ્યું કે, આ હુમલો એક મહિલા સાથે અંકિતના સંબંધોને લઈને કર્યો છે. પણ તેમણે વિસ્તૃત જાણકારી આપવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે, વિવરણની તપાસ થઈ રહી છે. ઘટનાનો ખુલાસો શુક્રવારે સોશિયલ મીડિયા પર મારપીટનો વીડિયો સામે આવ્યા બાદ થયો હતો. ક્લિપમાં અંકિત વિનંતી કરતા રડી રહ્યો છે. જ્યારે ચાર લોકો તેના પર પીવીસી પાઈપ લઈને તૂટી પડ્યા છે અને બાદમાં ગરમ પ્રેસ વડે હુમલો કરી દીધો હતો.


