Delhi

ભાજપ દેશમાંથી ૪ વ્યક્તિઓને BRICS સમિટ ૨૦૨૩માં આફ્રીકા મોકલશે

દિલ્હી
યુક્રેન-રશિયા યુદ્ધ બાદ વિશ્વની નજર આગામી મહિને ઓગસ્ટમાં યોજાનારી મ્ઇૈંઝ્રજી સમિટ ૨૦૨૩ પર છે. આ સમિટ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાશે. આ સમિટ પૂર્વે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ દેશોના રાજકીય પક્ષોની સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ભાજપ નેતૃત્વએ આ સમિટ માટે સત્યેન કુલાબકરને પસંદ કર્યા છે. સત્યેન કુલાબકર ભાજપના ચાર સભ્યોના પ્રતિનિધિમંડળનો ભાગ છે જે વિશ્વની સૌથી મોટી ભાજપ વતી સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ૧૩ જુલાઈએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીમાં ચાર સભ્યોને મળ્યા હતા. પ્રતિનિધિમંડળના અન્ય ત્રણ નામોમાં તમિલનાડુ ભાજપના પ્રમુખ કે અન્નામલાઈ, આંધ્ર પ્રદેશના ડૉ. વિનુષા રેડ્ડી અને ઉત્તર પ્રદેશના પુષ્કર મિશ્રાનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકામાં ૧૯ થી ૨૧ જુલાઈ દરમિયાન યોજાનારી આ સમિટ માટે સત્યેન કુલાબકરની પસંદગી કરવામાં આવી છે. સત્યેન કુલાબકર ભાજપ ગુજરાતના મીડિયા પેનલમાં સામેલ છે. તેઓ મધ્ય ગુજરાત ભાજપના મીડિયા કો-ઓર્ડિનેટર પણ છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણેલા સત્યેન કુલાબકર એવા ભાજપના નેતાઓમાંથી એક છે જેઓ બહુવિધ ભાષા બોલી શકે છે. કુલાબકર હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ઉપરાંત મરાઠી પણ બોલે છે. ગુજરાતમાંથી સત્યેન કુલાબકરનું નામ મોકલવામાં આવ્યું હતું. અંતે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. ૪૪ વર્ષીય સત્યેન કુલાબકરે ઈલેક્ટ્રોનિક્સમાં બીએસસી કર્યા પછી માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તેઓ વિદ્યાર્થી જીવનથી જ ભાજપ સાથે જાેડાયેલા છે. સત્યેન કુલાબકરને માર્ગ સલામતી પરના તેમના કાર્ય માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ પછી તેઓ ભૂતકાળમાં ટાટા ગ્રુપમાં સિનિયર મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. મ્ઇૈંઝ્રજી પોલિટિકલ પાર્ટીઝ પ્લસ ડાયલોગ સમિટ માટે ભાજપે દેશભરમાંથી માત્ર ચાર પાર્ટી કાર્યકરોની પસંદગી કરી છે. આંધ્રપ્રદેશના વતની વિંશુ રેડ્ડી વ્યવસાયે ડૉક્ટર છે, જ્યારે અન્નામલાઈ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. ઉત્તર પ્રદેશના વતની, પુસ્કરે જેએનયુમાંથી પીએચડી કર્યું છે અને તે આશ્રમ પરંપરાના સ્થાપક છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *