૨૫ થી વધુ ગ્રામ પંચાયતના સરપંચો, પ્રતીનિધીઓ, તાલુકા જીલ્લ પંચાયત સદસ્યો, ખેડુતોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર
પાઠવ્યુ…
ઉના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેતી કરતા ખેડૂતોના વિવિધ પાકોમાં કમોસમી વરસાદ તથા ભારે પવન સાથે કરા
પડયાં હતાં. જેનાં કારણે ખેડૂતોના બાગાયતી પાકો, ખરીફ પાકોને ભારે નુકશાન થયેલ છે. જેવા કે આંબાના બગીચામાં કેરી, કેળના
બગીચા, તલ, બાજરી, એરંડા, રજકો, કપાસ, મરચી, જેવા પાકોમાં ભારે નુક્શાન થયેલ છે. તેમજ પશુઓના લીલો તથા સુકો
ઘાસચારોને પણ કમોસમી વરસાદના કારણે મોટું નુકશાન થયેલ છે. જેના લીધે જગતનો તાત લાચાર બની ગયેલ છે. આ બાબતે ઉના
ગીરગઢડા તાલુકાના 25 થી વધું ગામના ગ્રામ પંચાયતના સરપંચો, પ્રતિનિધિઓ, ખેડુતો, આગેવાનો સહિતના મોટી સંખ્યામાં
લોકોએ ખેડૂતોને સહાય કરોના સુત્રોચાર સાથે ઉના પ્રાંત અધિકારી રાવલને લેખિત આવેદન પત્ર પાઠવી રજુઆત કરી બાગાયતી,
ખરીફ પાક, તેમજ દરીયાઇ કાંઠા વિસ્તારના માછીમારો સહીતને થયેલ ભારે નુકસાનીનું સરકાર દ્રારા તાત્કાલિક અસરથી સર્વે કરી
આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.
ઉના ગીરગઢડા તાલુકાના ઉના, ગીરગઢડા, મોઠા, ગરાળ, સનખડા, ગાંગડા, સૈયદ રાજપરા, ખજુદ્રા ઉમેજ, ઊંટવાળા, પાતાપુર,
ગુંદાળા, મેણ, ભડીયાદર, ચાચકવડ, કંસારી, ભાચા, વાવરડા, નાંદરખ નેસડા, સુલતાનપુર, કાણકબરડા, કાંધી, પસવાડા, ખત્રીવાડા
સહીત 25 થી વધું ગામના ગ્રામ પંચાયતના સરપંચો, પ્રતિનિધિઓ, ખેડુતો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, આગેવાનો સહિતના
મોટી સંખ્યામાં લોકોએ જોડાયા હતા.
ઉના તાલુકાના સામતેર, કાણકબરડા, ગરાળ, મોઠા, ઉમેજ, પાતાપુર, રામેશ્વર તમામ ગામમાં તારીખ 19 ના દિવસે પડેલો કમોસમી
વરસાદથી કેરી પાકને મોટું નુકસાન પામેલું હોય જે પવન અને કરા સાથે વરસાદ પડેલો હોય તેમાંથી બચી ગયેલી કેરી પણ કાળી
પડવા માંડી છે. વાવાઝોડાના બે વર્ષ બાદ ખેડૂતોને આ વર્ષે આશા બંધાણી હતી કે કેરીનો પાક સારો થશે પરંતુ આ વરસાદ અને કરા
સાથે વરસાદ પડવાથી પવન સાથે વરસાદ પડવાથી આ વર્ષે પણ ખેડૂતોને કેરી પાકને મોટી નુકસાની પહોંચી છે. અને અન્ય પાકમાં
પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેવા કે ઉનાળુ બાજરી, મગ તલ રહી ગયેલા ઘઉં, ચણા એરંડા આ પાકોમાં પણ
ખેડૂતોને નુકસાની પહોંચી છે.
બોક્ષ્ – ઉમેજના સરપંચ હામભા વાળા એ જણાવ્યા અનુસાર અમારા ગામમાં 50% ખેડૂતો બાગાયત ખેતી કરે છે હું સરપંચમાં
ચૂંટાયો એને 13 મહિના થયા હોવા છતાં પણ બાગાયત અધિકારીનું નામ મને નથી આવડતુ ગરાળ ગામના પૂર્વ સરપંચના પુત્ર
મનુભાઈએ જણાવેલું કે મારા બા પાંચ વર્ષ સરપંચ રહ્યા પણ બાગાયત અધિકારી માત્ર 2017 માં એકવાર મીટીંગ રાખેલી.
સામતેર ગામના સરપંચ લખનભાઈ જણાવેલું કે બાગાયત અધિકારીએ જ્યાંથી હુ સરપંચમાં ચૂંટાઈને આવ્યા તે દરમિયાન કોઈ દિવસ
મારો સંપર્ક કર્યો નથી કે મારા ગામમાં કોઈ દિવસ ખેડૂતને માર્ગદર્શન આપવા આવ્યા નથી. રામેશ્વર સરપંચ રમેશભાઈ જણાવેલ કે
પાંચ વર્ષ મારા માતા સરપંચ રહ્યા અને 13 મહિનાથી હું છું આ છ વર્ષના કાર્યકાળ દરમિયાન કોઈ દિવસ બાગાયત અધિકારી એ
મારો કોઇ દિવસ સંપર્ક પણ કોઈ દિવસ કરીયો નથી અને મારા ગામમાં કોઈ દિવસ આવ્યા નથી.
કાણકબરડા સરપંચ પ્રતિનિધિ પાંચાભાઈ સોલંકી એ જણાવેલ કે 60થી ૭૦ ટકા લોકો બાગાયત ખેતી સાથે જોડાયેલા છે. પરંતુ
બાગાયત અધિકારીએ કોઈ દિવસ આવી અને કોઈ ખેડૂતને સલાહ આપી નથી ક્યારે ખાતર આપવું, ક્યારે દવાનો છટકાવ કરવો, ક્યારે
પાણી આપવુ, આ બાબતની માહિતીથી કોઈ દીવસ વાકેફ કર્યા નથી.


