મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા ગળતેશ્વર તાલુકાના રસુલપુર ગામની પ્રાથમિક શાળા ખાતે પોકસો એક્ટ અને પર્યાવરણ સંદર્ભે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહભાગી બન્યા હતા. સામુહિક પ્રાર્થના બાદ શરૂ થયેલા આ કાર્યક્રમમાં આશાદીપના સ્ટાફ દ્વારા પોકસો એક્ટ-2012 અને કલાઈમેટ ચેન્જ જેવા વિષયો પર ઉપસ્થિત સહુને સચોટ માહિતી પીરસવામાં આવી હતી. ત્યારબાદ પોસ્ટર્સ, બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે ધો. 4 થી 8 ના વિદ્યાર્થીઓ,શિક્ષકો તથા આશાદીપના કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે સમગ્ર ગામમાં ફર્યા હતા અને આમજનતાને સ્પર્શતા પ્રસ્તુત મુદ્દે સભાનતા પ્રગટાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.


