Gujarat

રાજુલા તાલુકાના વાવેરા ગામે ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાછે ગ્રામ પંચાયત ધોર નિદ્રામાં…. 

વિક્રમ સાખટ રાજુલા
રાજુલા તાલુકાના વાવેરા ગામે પીવાના પાણીમા ગ્રામ પંચાયત ની મનમાની કરવામાં આવી હતી…
 વાવેરા ગામે મફત પ્લોટ વિસ્તારમાં ગરીબ અને મજુર વર્ગના લોકો રહેતા હોય છે ત્યારે પીવાના પાણીની વાવેરા ગ્રામ પંચાયત દ્વારા મનમાની કરવામાં આવી હતી જ્યારે વાસ્મો યોજનાના લાખો રૃપિયાના ખર્ચ કરવામાં કરવામાં આવ્યા પણ પાણીની માત્ર લાઈન નાખી પાણી ક્યારે આવે તે નક્કી નહીં જ્યારે વાવેરા ગામની મહેનત બજાર થી ચામુંડા માતાજીના મંદિર સુધી કાઈમી પીવાના પાણી ઘરે ઘરે આવે છે તો મફત પ્લોટ વિસ્તારમાં અઠવાડિયે એક વાર શેરીમાં નળ મુકવામાં આવ્યા છે તેમા પાણી આવે છે ઘર ઘર સુધી ક્યારે પાણી આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે….
 જો પાણી નથી આપવુ તો રેલવે ફાટક સુધી વાસમો યોજનાની પાણીની લાઈન શા માટે નાખવામાં આવી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વાવેરા ગામ થકી થોડા સમય પહેલાં પાણી માટે લોકો ફાળો પણ ઉઘરાવવામાં આવ્યો હતો ત્યારે લોકો પાણી માટે લોકો ફાળો પણ ત્રણ લાખ જેવો આપ્યો હતો ત્યારે લોકો ને પીવાના પાણીની સમસ્યા ક્યારે હલ થશે તેવા વેદક સવાલો ઉઠી રહ્યા છે…

IMG-20230211-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *