Gujarat

ગુજરાત રાજ્યની સૌ પ્રથમ સ્થાપિત બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીની તારીખ 17એપ્રિલ જેમ જેમ નજીક આવતી જાય છે, તેમતેમ ચૂંટણીનો માહોલ રસપ્રદ અને ચર્ચાસ્પદ બનતો જઈ રહ્યો

ગુજરાત રાજ્યની સૌ પ્રથમ સ્થાપિત બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીની તારીખ 17એપ્રિલ જેમ જેમ નજીક આવતી જાય છે, તેમતેમ ચૂંટણીનો માહોલ રસપ્રદ અને ચર્ચાસ્પદ બનતો જઈ રહ્યો છે, કેમકે ભાજપ ના આગેવાનો સામે સામી પેનલ બનાવવા માટે પ્રતિષ્ઠાનો જંગ ખેલવા આતુર બન્યા છે ત્યારે કોંગ્રેસ પણ ત્રણેય વિભાગોમાં પોતાના અલગ ઉમેદવારો ઊભા રાખવા માટેનુ મન બનાવી લેતા બોડેલી બજાર સમિતિની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાય તેવા સમીકરણો ઊભા થયા છે.
    ભાજપની બે પેનલો માટે અંદરખાને ઉમેદવારો નક્કી થઈ ગયા છે અને તેઓ એકબીજા સામે લડી લેવા મક્કમ છે એમ લોકમુકે ચર્ચા રહ્યું છે પણ કોંગ્રેસ તેમાં પડવા માંગતી નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ બોડેલી બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ઉતારવા માટે એક  બેઠક કરી અને જિલ્લા કાર્યકારી પ્રમુખ શશી રાઠવા, દિવ્યેશ પટેલ, મુચકંદ પટેલ, ચિરાગ પટેલ વિગેરેની આગેવાનીમાં ત્રણેય વિભાગોમાં ઉમેદવારો ઊભા રાખી ચૂંટણીમાં ઝંપલાવવાનુ નક્કી કર્યું હોવાનું બોડેલી બજાર સમિતિના ડિરેક્ટર એ એક વાતચીતમાં જણાવ્યું હતું.
      ભાજપની બે પેનલો સામે કોંગ્રેસના ઉમેદવારો ગેમ ચેંજર બની શકે તેમ છે. ચૂંટણી નજીક આવતી જશે તેમ સમીકરણો પણ બદલાઈ શકે છે. અત્યારે તો બધાએ એકબીજા સામે બાયો ચઢાવી રાખી છે. મતદાર યાદી આવવાની રાહ જોવાઇ રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230227-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *