Gujarat

દીપક ફાઉન્ડેશન અને મિરેકલ ફાઉન્ડેશનનાં ઉપક્રમે વંચિત પરિવારોના વિકાસ માટે નાની દુમાલી ખાતે One Window Camp યોજાયો 

દીપક ફાઉન્ડેશન અને મિરેકલ ફાઉન્ડેશનનાં “ગુજરાતમાં ટ્રાન્સફોર્મિગ ફેમીલી બેઝ અને વૈકલ્પિક સંભાળ”  પ્રોજેક્ટના “દરેક બાળક માટે સ્નેહાળ પરિવાર” ઉદ્દેશ અંતર્ગત અનાથ બાળકો,  એકલ માતા અથવા પિતા. દિવ્યાંગ બાળકો,આર્થિક પરસ્થિતિ નબળી હોય તેવા બાળકોની સુરક્ષા અને પરિવારોને આર્થિક અને સામાજિક સધ્ધરતા મળે તે માટે વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડાણની પ્રક્રિયાના કામોમાં છોટાઉદેપુર જીલ્લાના જલોદા,ગૂંગાવાડા,મોટી દુમાલી, નાની દુમાલી અને ખોડીવલ્લી ગામોમાં કાર્યરત છે. જેમાં પસંદ કરેલા પરિવારોના સંવર્ધન અને વી.સી.પી.સી. (Village Child Protection Committee),સ્વયંસેવક જૂથ અને  બાળ પંચાયત સંસ્થાનાં સહયોગથી સક્રિય રીતે કાર્યરત છે.
સદર કામગીરી અંતર્ગત One Window Campનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રવિદાસ રાઠવા,સમાજ સુરક્ષા અધિકારી મહેન્દ્રભાઈ પરમાર,અનુસુચિત જાતી ક્લ્યાણ કચેરીના નાયબ નિયામક સચીનભાઈ સોલંકી,દુમાલી જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ કવિતાબેન રાઠવા,બરોડા ગ્રામીણ બેંકનાં બિઝનેસ મેનેજર રજનીકાન્તભાઈ ભટ્ટ અને એફ.એલ.સી.સી.જયોતીન્દ્રકુમાર,મિરેકલ ફાઉન્ડેશનનાં આસી.મેનેજર પ્રાચીબહેન મહેતા અને આસી.મેનેજર જયેશભાઈ મુંધવા,દીપક ફાઉન્ડેશનનાં પ્રોજેક્ટ મેનેજર મનોરમાબહેન જયસ્વાલ,દીપક ફાઉન્ડેશનનાં સંગાથ પ્રોજેક્ટ ટીમ તેમજ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સભ્યો અને સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં સી.ડી.પી,યુ.રવિદાસ રાઠવાએ બાળકોનાં અધિકારો અને સુરક્ષા માટેની પાલક માતાપિતા યોજના,HIV પોઝીટીવ,HIV અસરગ્રસ્ત બાળકો માટે શિષ્યવૃત્તિની યોજના તેમજ ચાઈલ્ડ ટ્રેકિગ સીસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.સમાજ સુરક્ષા અધિકારી મહેન્દ્રભાઈ પરમારે દીવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ,સરકાર તરફથી મળતા વિવિધ લાભો એસ.ટી,રેલ્વેમાં મુસાફરી પાસ,શિષ્યવૃત્તિ,મેડીકલ સહાયની જાણકારી આપી હતી.કવાટ ખાતે તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩નાં રોજ યોજાનાર મેડીકલ કેમ્પમાં દિવ્યાંગોને લાવવા માટે જણાવ્યું
 અનુ.જાતી ક્લ્યાણ કચેરીના નાયબ નિયામક સચીનભાઈ સોલંકીએ સરકારની કુંવરબાઈનું મામેરું,સાત ફેરા સમૂહ લગ્ન યોજના,આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના,નાના દુકાનદારો માટે ધંધાનું સ્થળ,દુકાન ખરીદવા વ્યાજ સહાય યોજના,હાઈસ્કીલ અપગ્રેડેશન યોજના,વિદેશ અભ્યાસ યોજના,આંબેડકર આવાસ યોજના,વિધવા સહાય,હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના વગેરે અંગે જાણકારી આપી હતી.બરોડા ગ્રામીણ બેંકનાં બિઝનેસ મેનેજર રજનીકાન્તભાઈ ભટ્ટે બેંકનું બચત ખાતું,વીમા યોજનાઓ,ખેતી અને રોજગાર માટેની ધિરાણ યોજનાઓ વિષે જાણકારી આપી હતી.મિરેકલ ફાઉન્ડેશનનાં આસી.પ્રોજેક્ટ મેનેજર જયેશભાઈ મુધવાએ પ્રોજેક્ટની કામગીરી હેઠળ આવરી લેવાયેલ પરિવારો અને બાળકો સાથે કરેલ કામગીરી સ્કીમ લિન્કેજ વિષયક માહિતી આપી હતી.દીપક ફાઉન્ડેશનનાં પ્રોજેક્ટ મેનેજર મનોરમાબહેન જયસ્વાલએ ગામલોકોને સુરક્ષા વિમો,ખેડૂતોની વિવિધ યોજ્નાઓ વિષયક માહિતી આપી હતી,તેમજ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા કઢાવી લેવા જણાવ્યું હતું.૯૫થી વધુ લાભાર્થીઓએ જીવન સુરક્ષા વીમો,સુકન્યા યોજના,આધાર કાર્ડ,પાનકાર્ડ, ઈ શ્રમ કાર્ડ,રેશન કાર્ડમાં નામ ઉમેરવું,રદ કરવું, વગેરે કામગીરી સંગાથ પ્રોજેક્ટ ટીમ નસવાડીના સહયોગથી કરવામાં આવી હતી.સરકારી યોજનાઓના લાભ લેવા માટે જોડાણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મહેશ એમ દવેએ કરીને કાર્યક્રમને સફળ બનાવવા વી.સી.પી.સી.ના સભ્યો અને સ્વયંમ સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230227-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *