Gujarat

ઊનાના નાથળ તથા દેલવાડામાંથી રૂ.૨૮,૬૭૦ ના મુદામાલ સાથે ૮ જુગારીઓ ઝડપાયા..

ઊનાના નાથળ તેમજ દેલવાડા ગામમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા જુદા જુદા બે ગામો
માંથી કુલ ૮ જુગારોઓને રોકડ રકમ મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઊનાના નાથળ ગામે પ્લોટ
વિસ્તારમાં જાહેરમાં તિનપતિનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા કમલેશ મનુ સોલંકી, સંજય પાંચા
બાંભણીયા, રમેશ ભુપત સોલંકી, દિનેશ રૈયા બારડ તેમજ અજય બાલા બારડ તમામ શખ્સો પાસેથી રોડક રકમ રૂ.૧૬,૫૫૦ ના
જુગારના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ દેલવાડા ગામે પણ જુની પોસ્ટ ઓફીસ ચોકમાં જાહેરમાં જુગાર રમતા અશ્વિન જેન્તી
મકવાણા, ધવલ દિનેશ વાજા, તેમજ જીજ્ઞેશ ધરમશી સોલંકી તમામ શખ્સોને કુલ રૂ.૧૨,૧૨૦ ના જુગારના મુદામાલ સાથે ઝડપી
પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ અલગ અલગ બે ગામોમાંથી કુલ રૂ.૨૮,૬૭૦ ના મુદામાલ સાથે આઠ જુગારોઓને
પકડી પાડતા જુગારોમાં ફફડાટ મચી ગયેલ.

-જુગારીઓ-જડપાયા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *