Gujarat

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરાયેલ મો.સાના ગુનામાં પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ  

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના – પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે વાઘોડીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૭૨૩૦૯૬૫/૨૦૨૩ ઇ.પી.કો – એક્ટ કલમ ૩૭૯ મુજબના ગુનાનો આરોપી વિકેશભાઇ જેન્દ્રભાઇ રાઠવા રહે.સજુલી નિશાળ ફળીયુ તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર બોડેલી બસ સ્ટેશન પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230824_181251.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *