Gujarat

છોટાઉદેપુર નગરમાં વાહનમાંથી બેટરી ચોર ટોળકી સક્રિય બની વાહન માલિકે પોલીસ ને જાણ કરી          

છોટાઉદેપુર નગરમાં વાહનો માંથી બેટરી ચોરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક્ટિવા જેવા વાહનમાંથી ગત રોજ છોટાઉદેપુર ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત સુરજગીરી ગોસાઈની એક્ટિવા મંદિરની બહાર પડેલ હોય જેની બેટરી રાત્રીના એક્ટિવાનું ઉપરનું પડખું ખોલીને તસ્કરો બેટરી કાઢીને પલાયન થઈ ગયા હતા. સવારે ઉઠી ને મંદિરના મહંતે જોતા એક્ટિવાનું ઉપરનું પડખું ખુલ્લું હતું અને બેટરી ગાયબ થઈ ગઈ હતી. જે અંગે મંદિરના મહંતે છોટાઉદેપુર પોલીસ મથકમાં લેખિત જાણ કરી હતી.
             છોટાઉદેપુર નગરમાં ગંગેશ્વર મંદિરના મહંત સુરજગીરી ગોસાઈ એ મંદિરની બહાર એક્ટિવા મૂકી હતી. રાત્રીના સમયે કોઈ ઇસમે એક્ટિવા નું આગળનું પડ ખોલીને બેટરી ચોરી કરી લઈ ગયા હતા. રાત્રીનો તથા સુમસામ વિસ્તારનો લાભ લઇ બેટરી ચોરી કરી થઈ શકે તેમ લાગી રહ્યું છે. જ્યારે હવે વાહનમાંથી બેટરી ચોરવાની ટોળકી સક્રિય થઈ છે. બનેલ ઘટના સંદર્ભે કડક તપાસ થાય અને કોઈ અન્ય વ્યક્તિ જોડે આ બનાવ ન બને તે માટે કડક કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230629-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *