Gujarat

વીજતંત્રની બેદરકારી:રાણપુરમાં મદનીનગર વિસ્તારમાં વીજપોલ પાસે ગાય ને કરંટ લાગતા મોત..

વીજતંત્ર ની બેદરકારીથી ગયા વર્ષે પણ આજ વીજપોલ સાથે ગાય ને કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરના મદનીનગર વિસ્તારમાં વીજપોલ પાસે વીજ કરંટ લાગતા ગાય નું ધટના સ્થળે  મોત નિપજતા પી.જી.વી.સી.એલ.ની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.આ મદનીનગર વિસ્તારમાં આજ વીજપોલ પાસે ગયા વર્ષે પણ એક ગાય ને વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ ત્યારે ફરીવાર આજ જગ્યા એ ગાય ને કરંટ લાગતા મોત નિપજતા ગૌપ્રેમી ઓમાં શોક ફેલાયો હતો.ખાસ જોવા એ છે કે મદનીનગર ના ખુણે જે વીજપોલ છે તેની આસપાસ પાણી ભરેલુ છે અને ત્રણ સોસાયટી માં જવા માટે નો મુખ્ય રસ્તો છે અને રોડ ઉપર જ વીજપોલ છે આ ગાય વીજપોલ પાસે પાણીમાંથી પસાર થતા વીજ કરંટ લાગ્યો હતો આ સ્થળે મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે અને બાળકો ત્યા રમતા હોય છે જો કોઈ માણસ ને વીજ કરંટ લાગે તો માણસ ને જીવ ગુમાવાનો વારો આવે તેવી પરીસ્થિતી છે.તો આ વીજપોલ ને ત્યાથી ખસેડી સુરક્ષીત જગ્યાએ નાખવા રહીશોએ માંગ કરી છે.પ્રવિણભાઈ મીર નામના વ્યક્તી ની આ ગાય માલીકી ની હોવાનું સામે આવ્યુ હતુ.વીજ કરંટ લાગતા વીજ કર્મીઓએ આવીને લાઈન બંધ કરી હતી અને આ ઘટના ને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

20230716_110704.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *