વિગતઃ- આ કામના આરોપી તથા અન્યને ફરીયાદીની રીક્ષા સાથે સીટીબસ ભટકાવવા બાબતે બોલાચાલી થતા આરોપીએ ફરીયાદીને માર-મારી જ્ઞાતી પ્રત્યે હડધૂત કરતા રાજકોટ શહેર તાલુકા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૩૨૩૦ ૭૧૪/૨૦૨૩ IPC કલમ. ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર), ૩(૨)(૫)(અ) વિ. મુજબ ગુન્હો રજી. થયેલ અને આ કામે મજકુર આરોપી આજદિન સુધી પકડવાનો બાકી હતો.
મ્હે ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા રાજયમા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડી પાડવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા, રાજકોટ શહેર તાલુકા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૩૨૩૦ ૭૧૪/૨૦૨૩ IPC કલમ. ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર), ૩(૨)(૫)(અ) વિ. મુજબના કામે નાસતા ફરતા આરોપીને અમરેલી મીનીકસ્બા પાસે થી તા.૧૪/૦૮/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા રાજકોટ શહેર તાલુકા પો.સ્ટે. સોંપવા અમરેલી સીટી પો.સ્ટે. સોંપી આપેલ.
*પકડાયેલ આરોપી :- મુસ્તુફા શાહબુદીનભાઇ ઉર્ફે ચકુભાઇ કુરેશી ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઇવીંગ રહે.અમરેલી, મીની કસ્બાવાડ, શેરી નં.ર તા.જી.અમરેલી*
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકર સિંહ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીાના પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હિંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંધરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


