ગાંધીનગર,
GMDCના મેનેજીંગ ડિરેક્ટર IAS શ્રી રુપવંત સિંહએ જણાવ્યુ હતુ કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માટે ગુજરાત સજ્જ છે. ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-૨માં કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર યોજાશે. ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં કન્ટ્રી અને સ્ટેટ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ૨૫ દેશો, ૧૦ સંસ્થાઓ અને ૯ રાજ્યો દ્વારા કુલ ૩૮ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારોમાં ભારત સરકારના માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના માનનીય નાણા તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ખાદી અને ગ્રામોદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ગુજરાત સરકારના માનનીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્યમંત્રી શ્રી જગદીશ પંચાલ અને ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સાથે જ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, વિવિધ દેશોના હેડ ઓફ સ્ટેટ્સ અને મંત્રીઓ તેમજ વિશ્વભરના પ્રતિષ્ઠિત વક્તાઓ પણ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારમાં ઉપસ્થિત રહેશે.
સેમિનારની વિગતો અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, વિશ્વના ૨૫ દેશો જેવાં કે ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, જર્મની, ઘાના, જાપાન, કિંગડમ ઓફ મોરોક્કો, કિંગડમ ઓફ થાઇલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ્સ, નોર્વે, એસ્ટોનિયા, કઝાકિસ્તાન, રિપબ્લિક ઓફ કોરિયા, મોરેશિયસ, મોઝામ્બિક, પોલેન્ડ, રવાન્ડા, રશિયન ફેડરેશન, સિંગાપોર, સ્લોવાક રિપબ્લિક, સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામ, કિંગડમ ઓફ સાઉદી અરેબિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમ દ્વારા કન્ટ્રી સેમિનાર યોજાશે. તેઓ પોતપોતાના દેશોમાં રહેલી તકોને પ્રદર્શિત કરવા માટેના પ્લેટફોર્મ તરીકે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો લાભ લેવા માટે “કન્ટ્રી સેમિનાર”નું આયોજન કરશે. આ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારમાં ગુજરાત સરકારના નાણા વિભાગ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ય્સ્ડ્ઢઝ્ર) અને સામાન્ય વહીવટ વિભાગ (ય્છડ્ઢ) જાેડાશે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, વિકસિત ભારત જ્ર૨૦૪૭ના વિઝન અને રોડમેપમાં યોગદાન આપવાના ઉદ્દેશથી મધ્યપ્રદેશ અને ડિપાર્ટમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન (ર્ડ્ઢદ્ગઈઇ) મંત્રાલય સ્ટેટ સેમિનારનું આયોજન કરી રહ્યા છે. આ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારોમાં ગ્રીન ઇકોનોમી તરફ ટ્રાન્ઝિશન, “મેક ઇન ઇન્ડિયા” માટે જાપાનના યોગદાનનો “આગામી તબક્કો”, ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી દ્વારા મૂલ્ય નિર્માણ માટે ભાગીદારી, આંતરરાષ્ટ્રીય બજારોનું પ્રવેશદ્વારઃ સોહાર પોર્ટ અને ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી અને ઇનોવેશનમાં યોગદાન આપતા ફ્રીઝોન, જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ તમામ વિષયો ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ પર આધારીત છે.

