Gujarat

કેશોદના આવળ માતાજી મંદિરે ભકતોના ઘોડાપુર ઉમટ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના કેશોદ ગામે ખૂબ જ પ્રાચીન તથા ઐતિહાસિક અને ચમત્કારિક ગણાતા આવળ માતાજીના મંદિરે વૈશાખ માસના છેલ્લા સોમવારે વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

વિશિષ્ટ શણગાર દર્શન સાથે મંદિરની નજીકમાં કેશોદ ગ્રામ પંચાયત દ્વારા સુંદર મનોરંજન વ્યવસ્થા બાળકો માટે રમવાના ખાસ ચકડોળ તથા વિશાળ જગ્યામાં મોટી માનવ મેદની નાળિયેર વધેરવા પૂજા કરવા દર્શન કરવા ઉમટી હતી. વહેલી સવારથી મોડી સાંજ સુધી ભાવિકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો.વૈશાખ માસના અંતિમ સોમવારે દર વર્ષે ભાવિકોનો મોટો પ્રવાહ દર્શનાર્થે આવે છે.