પાટણ…
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..
હારીજના વાણીયા ચાલી વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું..તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ
પાટણ જિલ્લાના હારીજ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ગંદકીને લઇને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.એક તરફ જિલ્લામાં સતત 3 દિવસ થી મેઘમહેર વચ્ચે વરસાદી પાણી ભરાયાં હતાં અને ગટર લોક થયા ઠેર ઠેર વરસાદી પાણી રોડ રસ્તા સહિત સોસાયટીઓ માં પાણી ભરાઈ આવવાની સમસ્યાઓ વધતી જોવા મળી હતી ત્યારે ફરી વધુ એકવાર પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.હારીજની મુખ્ય બજારના પાછળના ભાગે આવેલ વાણીયા ચાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખદબદતી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકોને અવર જવર માં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સાથેજ વાહનચાલકો અને રાહદારીઓ સહિત વેપારી વર્ગ હેરાન પરેશાન જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં ભારે ગંદકીને લઇને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.તો એક તરફ વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર કાદવ કીચડ ગંદકીમાં લોકો ચાલવા મજબુર બન્યા છે.અને ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે.
જેને લઇને સ્થાનિક પાલિકા તંત્ર ની લાપરવાહી અને પ્રિ મોન્સુન કામગીરી ની પોલ છતી થઇ છે સાથેજ શહેરના પ્રશ્નોને લઈને પાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેને લઇને સત્વરે તંત્ર દ્વારા સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી વેપારીઓ સહિત સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.


