વિસાવદરના મહુડા- મહુડી પાસે આવેલ ઝાંઝેશ્રી ડેમ ઓવરફ્લો
વિસાવદર તાલુકાના મહુડા મહુડી ગામ પાસે આવેલ સિંચાઈ વિભાગ જુનાગઢ હસ્તકનો ઝાંઝેશ્રી ડેમ ૧૦૦ % વરસાદીય પાણીથી ભરાઈ જતાં આજરોજ ઓવરફ્લો થયેલ છે. ત્યારે ઝાંઝેશ્રી ડેમના ફરજ પરના સેક્શન ઓફિસર એસ.જે.પરમાર દ્વારા ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલ આજુબાજુના ૧૦ (દસ) ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી રૂપ મેસેજ પસાર કરેલ.
ઝાંઝેશ્રી ડેમ ભરાવાથી વિસાવદર તાલુકાના ૧૦ ગામોને કેનાલ મારફત સિંચાઈનો લાભ આ વર્ષે મળી રહેશે. જેથી ખેડૂતોનો ખરીફ પાક બાબતે પાણી પ્રશ્ન હાલ થશે. તેમ જુનાગઢ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એ.એચ.રવૈયાની અખબાર યાદી જણાવે છે.
સી વી જોશી વિસાવદર
