ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા, આયાત અવેજીકરણને પ્રોત્સાહન આપવા અને ઔદ્યોગિક આર્ત્મનિભરતાને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે, આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓડિશાના ઝારસુગુડા જિલ્લાના લખનપુર ખાતે ?૨૫,૦૧૬ કરોડના કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા, આયાતી કટોકટીના કાચા માલ (ફીડસ્ટોક્સ) પરની ર્નિભરતા ઘટાડવા, સ્થાનિક કોલસા સંસાધનોના મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોના વિકાસને ટેકો આપવા માટેની ભારતની વ્યૂહરચનાના એક મુખ્ય સ્તંભ તરીકે કોલસા ગેસિફિકેશન ઉભરી રહ્યું છે. આ પ્રક્રિયા કોલસાને સિન્થેસિસ ગેસ (સિનગેસ) માં રૂપાંતરિત કરે છે, જેનો ઉપયોગ મિથેનોલ, યુરિયા, એમોનિયમ નાઈટ્રેટ, સિન્થેટિક નેચરલ ગેસ અને અન્ય રાસાયણિક ફીડસ્ટોક્સ જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનોની વિશાળ શ્રેણીના ઉત્પાદન માટે થઈ શકે છે. આ ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવવાની, આયાતી કાચી સામગ્રી પરની ર્નિભરતા ઘટાડવાની અને દેશની ઊર્જા તથા આર્થિક સુરક્ષાને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારત વિશ્વમાં કોલસાનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા દેશ છે, જેમાં કોલ ઇન્ડિયા લિમિટેડ વૈશ્વિક સ્તરે સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. ભારત ૪૦૦ અબજ ટનથી વધુના વિશ્વના પાંચમા ક્રમના સૌથી મોટા કોલસાના ભંડારથી સંપન્ન છે. કોલસા ગેસિફિકેશન દ્વારા આ સંસાધનોનો લાભ ઉઠાવવાથી કટોકટીના કાચા માલ અને રસાયણો પરની આયાત ર્નિભરતા ઘટાડવાની સાથે દેશના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવી શકે છે.
કોલસા ગેસિફિકેશનની પરિવર્તનકારી ક્ષમતાને ઓળખીને, ભારત સરકારે દેશભરમાં સરફેસ કોલ અને લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ?૪૬,૦૦૦ કરોડ સુધીના સંચિત ખર્ચ સાથેની પ્રોત્સાહક યોજનાઓને મંજૂરી આપી છે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશભરમાં કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટ્સની સ્થાપનાને વેગ આપવાનો, વ્યૂહાત્મક ઔદ્યોગિક અને રાસાયણિક આઉટપુટ માટે સ્થાનિક કોલસાના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો અને કુદરતી ગેસ, મિથેનોલ, એમોનિયા અને અન્ય કટોકટીના કાચા માલની આયાત પરની ર્નિભરતા ઘટાડવાનો છે.
ભારત હાલમાં વાર્ષિક આશરે ?૨.૭ લાખ કરોડની કિંમતના અંતિમ-ઉપયોગ અને મધ્યવર્તી રાસાયણિક ઉત્પાદનોની આયાત કરે છે. કોલસા ગેસિફિકેશન આ આયાત ઘટાડવા, નોંધપાત્ર પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની બચત કરવા, ઔદ્યોગિક વિકાસ અને આર્થિક આર્ત્મનિભરતાને ટેકો આપવાની સાથે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે.
કોલસા ગેસિફિકેશન પ્રોત્સાહન પહેલથી ?૨.૫ થી ૩ લાખ કરોડના રોકાણને વેગ મળવાની અને કોલસા ધરાવતા પ્રદેશોમાં ૨૫ પ્રોજેક્ટ્સમાં આશરે ૫૦,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.
લખનપુર પ્રોજેક્ટ ભારતના પ્રથમ વ્યાવસાયિક સ્તરના કોલ-ટુ-એમોનિયમ નાઈટ્રેટ પ્લાન્ટ તરીકે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પ્રોજેક્ટ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (મ્ૐઈન્) અને કોલ ઇન્ડિયા લિમિટેડ (ઝ્રૈંન્) ના સંયુક્ત સાહસ, ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ (મ્ઝ્રય્ઝ્રન્) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. તે મ્ૐઈન્ દ્વારા સ્વદેશી રીતે વિકસિત કોલસા ગેસિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરરોજ ૨,૦૦૦ ટન એમોનિયમ નાઈટ્રેટનું ઉત્પાદન કરશે.
મ્ઝ્રય્ઝ્રન્ અને ઝ્રૈંન્ની પેટાકંપની મહાન્દી કોલફિલ્ડ્સ લિમિટેડ (સ્ઝ્રન્) વચ્ચે એપ્રિલમાં જમીન લીઝ પર આપવાનો કરાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ સ્ઝ્રન્ ના કબજા હેઠળની આશરે ૩૫૦ એકર જમીન પર સાકાર થશે, તેને જરૂરી મંજૂરીઓ મળી ગઈ છે અને શિલાન્યાસ સમારોહ બાદ કામ શરૂ થવાની અપેક્ષા છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે આવા પ્રોજેક્ટ્સ માટે કોલસા ધરાવતા વિસ્તારની જમીનના ઉપયોગને સક્ષમ બનાવ્યો છે અને તે તેની પ્રોત્સાહક યોજના હેઠળ ?૧,૩૫૦ કરોડની સહાય પૂરી પાડી રહ્યું છે.
આ પ્રોજેક્ટ ભવિષ્યના કોલસા ગેસિફિકેશન સાહસો માટે એક મોડેલ તરીકે કામ કરશે અને ભારતને આર્ત્મનિભર ઉત્પાદન અને ઔદ્યોગિક પાવરહાઉસ બનાવવાની વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે. લખનપુર પ્રોજેક્ટનો શિલાન્યાસ ક્લીન કોલ (સ્વચ્છ કોલસો) ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા, સ્થાનિક સંસાધનોમાંથી મહત્તમ મૂલ્ય મેળવવા અને આર્ત્મનિભર ભારતના વિઝનને અનુરૂપ સ્થિતિસ્થાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

