ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારો ની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઈ
મહુધા તાલુકાના નગવાલ ગામે બક્ષીપંચ મોરચા દ્વારા ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નાં નવ વર્ષનાં શાસન કાળ દરમિયાન સરકાર દ્વારા કરેલ કામોની માહિતી બક્ષીપંચ મોરચા દ્વારા આપવામાં આવી હતી. સાથોસાથ પોસ્ટ કાર્ડ પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કિરણસિંહ ડાભી, જિલ્લા બક્ષીપંચ ઉપપ્રમુખ ગોવિંદસિંહ વાધેલા, કઠલાલ તાલુકા મહામંત્રી દલપત સિંહ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર, ઉપપ્રમુખ બંસી કાકા, ઉપપ્રમુખ રમેશભાઈ સોઢા, તાલુકા બક્ષીપંચ પ્રમુખ સામંતસિંહ સોઢા, વિક્રમસિંહ રાઉલજી, ઉપપ્રમુખ દશરથ ભાઈ ચૌહાણ, કિસાન મોરચા પ્રમુખ હરેશભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


