છોટાઉદેપુર જિલ્લાના ખારીવાવ ગામના એક કૂવામાં પડી ગયેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો છે.છોટાઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને દીપડાની સંખ્યા નોંધપાત્ર જોવા મળે છે. આ દીપડા ખોરાક-પાણીની શોધમાં માનવ વસ્તી તરફ ધસી આવવાની ઘટનાઓ વારંવાર બને છે. ત્યારે ગત મધ્ય રાત્રીના સમયે આવી જ રીતે એક દીપડો ખારીવાવ ગામના એક સરકારી કૂવામાં પડ્યો હતો, જેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ પાવી જેતપુરના વન વિભાગને કરી હતી.પાવી જેતપુર વન વિભાગે છોટાઉદેપુર જાણ કરીને અન્ય ટીમને બોલાવીને કૂવામાં ખાટલો ઉતાર્યો હતો. ત્યારબાદ પીંજરું ઉતારીને દીપડાને પિંજરામાં રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. ખારીવાવ ખાતેથી દીપડો કુવામાંથી બહાર કાઢવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


