ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડીંડોર સાહેબે પ્રાથમિક શાળાઓમાં બેગ લેસ દિવસ ઉજવવા સૂચન કરેલ છે.અને જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દવારા શાળાઓ માં બાલ મેળા અને લાઈફ સ્કિલ ના કાર્યકમો કરવા જણાવેલ છે.એ અન્વયે જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળામાં આજ રોજ શનિવાર ના દિવસે બાળકોએ બેગ લેસ દિવસ અન્વયે સ્કૂલ બેગ વગર શાળાએ આવવા સૂચના આપેલ અને શાળા માં આજે તમામ વર્ગ ના બાળકો એ ચિત્ર સ્પર્ધા,રંગપુરણી, વેસ્ટ માંથી બેસ્ટ,મહેંદી સ્પર્ધા,માટીકામ,છાપકામ,ચીટક કામ,જેવી સર્જનાત્મક પ્રવૃતિઓ કરી હતી.અને સાથે સાથે રમત સ્પર્ધા નું આયોજન કરેલ જેમાં સંગીત ખુરશી,લીંબુ ચમચી,કોથડા દોડ,સ્લો સાયકલિંગ,અને એક મિનિટ ની વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરેલ.જેમાં તમામ શિક્ષક મિત્રો એ ખૂબ સારું આયોજન કરેલ.આ કાર્યક્રમ અન્વયે બાળકો માં વિવિધ સર્જનાત્મક શક્તિ ખીલવા અને હર્ષ,ઉલલ્સ,ઉમંગ,તેમજ રમત કૌશલ્ય વિકસાવવા હેતુ થી આયોજન કરેલ.આ તકે શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા એ બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષ કાર્યક્રમ માં સરપંચ રાજુભાઇ મકવાણા પધારેલ અને બધા બાળકો અને શિક્ષકો ને અભિનંદન આપેલ…….
રિપોર્ટર =શરદ એમ. રાવલ.
તા. જોડિયા.જી. જામનગર.
ગામ=હડીયાણા…..

