છોટાઉદેપુર વિધાનસભાના ભાજપના ઉત્સાહી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ક્ષતિગ્રસ્ત થયેલ ભારજ નદી પરનો બ્રિજની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ક્ષતિગ્રસ્ત થયેલ ભારજ નદી પરનો બ્રીજની સમારકામની કામગીરીની સમીક્ષા કરી હતી.નેશનલ હાઇવે ઉપરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ગત 29 જુલાઈથી બ્રિજ બંધ કરાયો હતો
વહેલી તકે બ્રિજનું રીપેરીંગ થાય અને વાહનો માટે ખુલ્લો મુકાય તેવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પ્રયાસો કરી રહ્યા છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની સાથે નિવાસી અધિક કલેકટર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ ભારજ નદી પરનો બ્રિજની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ખુદ ધારાસભ્ય ઉપસ્થિત રહી 4 કલાક સુધી બ્રિજનું બાજુમાં ડાયવર્ઝન માટે પણ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

