એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મામલતદાર તેમજ સિટી પોલીસને આપ્યું આવેદન
દેશની અખંડિતતા માટે અમે નૂપુર શર્માએ સાથે ઊભા રહીશું- હિન્દુ સંગઠન
ટીવી શોમાં ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.આ વિરોધ પ્રદર્શન નાના શહેરમાં પણ પહોંચ્યુ છે શહેરમાં શાંતિ તોડવાના પ્રયાસમાં અજાણ્યા શખ્સોએ શહેરના મુખ્ય માર્ગો પર લગાવેલ પોસ્ટર પ્રકરણમાં હિન્દુ સંગઠન નૂપુર શર્માનાં સમર્થનમાં આવી વિવિધ જગ્યા પર આવેદન આપવામાં આવ્યું
એકતા એજ લક્ષ્ય સંગઠનનાં હોદ્દેદારોએ આપેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર આજરોજ જેતપુર શહેરના વિર ચાંપરાજવાળા ચોક , સ્ટેન્ડ ચોક , જેવા મુખ્ય વિસ્તારોમાં કોઇ અરાજક તત્વો કે જેનો એકમાત્ર ધ્યેય શહેરની શાંતિ ભાઇચારા ની ભાવના ને પલીતો ચાંપી બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવી શાંતી ને ડહોળવાનું અને જાણે કે ભારતમાં કોઇ કાયદો વ્યવસ્થા ન હોય અથવા તેઓ એનાથી પર હોય એ રીતે શહેરના મુખ્ય માર્ગો પર પગમાં આવે અને અપમાનીત થાય તથા હિન્દુ સમાજમાં ભયની લાગણી ફેલાય તેવી રીતે પોસ્ટરો લગાવવામાં આવેલ હોય તો આવા અસમાજીક તત્વો વિરૂધ્ધ તંત્ર દ્વારા કડકમાં કડક પગલા ભરવામાં ત્વરીત કાર્યવાહીની માંગ કરીએ છીએ .
હાલ ભારત ભરમાં આવ દેશ વિરોધી તત્વો અરાજકતા ફેલાવવા એક ષડયંત્ર ના ભાગરૂપે વિવિધ રીતે કોમી તનાવ ફેલાવી અને પથ્થરમારા અને તોફાનો ના બનાવ આપણા શાંત અને ભાઇચારા યુક્ત શહેરની શાંતીને પલીતો ચાંપતા આવા તત્વો સામે ત્વરીત કાર્યવાહી કરવી જરૂરી છે . ભવિષ્યમાં આપણા શહેરમાં પણ આવી કોઈ ઘટના ન બને એ માટે તંત્ર યોગ્ય પગલા લે તેવી હિન્દુ સમાજ તેમજ એકતા એક લક્ષ સંગઠનના હોદ્દેદારો માંગ કરી
હરેશ ભાલીયા જેતપુર


