વિસનગર
વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં સેનમા-રાવત સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જે હેમખેમ પૂર્ણ થતાં સમૂહ લગ્નના આયોજક અને સમાજના અગ્રણીઓ રાજસ્થાનના રામદેવરા ખાતે રામદેવ પીર મહારાજના દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કરી પરત આવી રહ્યા હતા, ત્યારે રાજસ્થાનના પાલીના ગુડા એદલા નજીક ફોરલેન હાઇવે પર સ્ટિયરિંગ લોક થઇ જતાં ગાડી ડિવાઇડર સાથે અથડાઇ પલટી ખાઇ ગઇ હતી. જેમાં મંડાલી ગામના સેનમા શૈલેશ રેવાભાઇ (૩૭) અને ખરોડ ગામના સેનમા સુનિલ સેંધાભાઇ (૩૫)નું મોત થયું હતું. જ્યારે પ્રવિણ મણિલાલ, કિરણ કાન્તિભાઇ અને જશુ કાન્તિલાલને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપ્યા હતા અને તેમની શનિવારે સાંજે ગામમાં અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.રાજસ્થાનના રામદેવરાથી દર્શન કરી પરત ફરતાં વિજાપુર તાલુકાના સેનમા-રાવત સમાજના અગ્રણીઓને પાલી નજીક અકસ્માત નડ્યો હતો. સ્ટિયરિંગ લોક થઇ જતાં ગાડી ડિવાઇડર સાથે અથડાઇને પલટી મારી જતાં મંડાલી અને ખરોડ ગામના બે યુવકોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ૩ યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી.


