ઊના – ઊનાના સામતેર ગામે રાવલ નદીના પુલ નજીક એક મસમોટો ખાડો પડી ગયેલ હોવાથી આ પુલ પરથી પસાર થતાં નાના મોટા તમામ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ખાડાના કારણે વાહન ચાલકોમાં અકસ્માત સર્જાય તેનો ભય રહેતો હોય છે. આ બાબતે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે આ ખાડો છેલ્લા કેટલાક સમયથી હોય તંત્ર દ્રારા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે કે પછી કોઇ મોટા અકસ્માતમાં કોઇનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું છે ? તેવા પણ સવાલો લોકો માંથી ઉઠવા પામેલ છે.

