PM નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સાથે, ભારતીય સેનાની એક ટુકડી, નૌકાદળનું એક યુદ્ધ જહાજ અને વાયુસેનાની આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતીય મૂળના સર સીવુસાગુર રામગુલામના નેતૃત્વમાં 12 માર્ચ 1968ના રોજ મોરેશિયસે બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી. તે 1992માં […]
Author: JKJGS
પત્ની ઉષા પણ તેમની સાથે રહેશે; ભારતમાં 2 એપ્રિલથી લાગુ થતા ટેરિફ અંગે થઈ શકે છે ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ મહિને ભારતની મુલાકાતે આવશે. પોલિટિકોના અહેવાલ મુજબ, અમેરિકાના સેકન્ડ લેડી અને વેન્સના પત્ની ઉષા વાન્સ પણ તેમની સાથે રહેશે. ઉપરાષ્ટ્રપતિ તરીકે જેડી વેન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં યુરોપિયન દેશો જર્મની અને ફ્રાન્સની મુલાકાત લીધી હતી. જેડી વેન્સ ફ્રાન્સમાં એઆઈ સમિટમાં હાજરી આપી હતી. આ સમિટમાં […]
69 વર્ષની પરંપરા સાથે ભોઈ સમાજ દ્વારા 3 ટનનું વિશાળ પૂતળું બનાવાયું
જામનગર ખાતે આવતીકાલે તારીખ 13 માર્ચ 2025ના રોજ ફાગણ સુદ પૂનમે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ ઉજવાશે. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના કન્વીનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા અને સહ-કન્વીનર તરીકે અક્ષય અરવિંદભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. 69 વર્ષ પહેલાં શરૂ થયેલી આ પરંપરા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા […]
કુડાસણમાં 11 કરોડની જમીન પરથી 17 છાપરા અને આદર્શ નગરમાં 85 મકાનોની કમ્પાઉન્ડ વોલ દૂર કરાઈ
ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરમાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. કુડાસણ વિસ્તારમાં TP-4 અનામત પ્લોટ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા છે. કુડાસણમાં ખાંડ નંબર 145 અને 162માંથી કુલ 17 છાપરા અને કાચા-પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનનું ક્ષેત્રફળ 4638 અને 2480 સ્ક્વેર મીટર […]
ગૃહ ઉદ્યોગના નામે પ્લોટ મેળવી ભાડે આપવા સ્ટોલ ઉભા કર્યા હતા; એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી બાંધકામ તોડી પાડ્યું
એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક આવેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ ભાજપના જ કાર્યકર્તાએ સામાન્ય ભાડા પર મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડે આપી રહ્યાં હોવાનું સામે આવતાની સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે બુધવારે (12/03/2025) સવારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ભાજપના જ […]
રાવલપિંડીનું પૌરાણિક શિવમંદિર, યુવકે કહ્યું- ‘અમારું સ્વાગત થયું; પાક. આર્મી જવાનોએ અમારી સાથે ડાન્સ કર્યો’
મહાશિવરાત્રિ પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરાના એક યુવાને આ વર્ષે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક કટાસરાજ શિવમંદિરમાં ધામધૂમથી કરી હતી અને શિવ ભક્તિમાં લીન થયો હતો. તેમની સાથે ભાવનગરના બે શ્રદ્ધાળુઓ પણ હતા. પાક.માં મહાશિવરાત્રિની ઉજવણીની ઇચ્છા વ્યક્ત કરી હતી વડોદરાના યુવક પંકજ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગત […]
ઉનાળાના આરંભે જ તાપમાન 39.7 ડિગ્રી, આગામી દિવસોમાં હીટવેવની આગાહી
ગોહિલવાડ પંથકમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. મંગળવારે મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી રહ્યું હતું. સોમવારે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે પવનની ગતિ 14 કિમી પ્રતિ કલાક અને ભેજનું પ્રમાણ 24 ટકા રહ્યું હતું. મંગળવારે પવનની ગતિ […]
વડોદરામાં પતિએ બ્યુટી પાર્લરમાં પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા, પતિએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં પત્નીના બ્યુટી પાર્લરમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ સમયે પત્નીએ પતિને ખભા પર બચકું ભરી લીધું હતું. આ મામલે પતિએ પત્ની અને તેના પ્રેમી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપોદ પોલીસે ફરિયાદના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. […]
વાહન અડચણરૂપ જેવી નજીવી બાબતે યુવકને જાહેર રસ્તા પર ચપ્પુના ઘા માર્યા; CCTV
સુરત શહેરમાં ગુનેગારોનો આતંક યથાવત છે. માથાભારે હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરિતો દ્વારા સરા જાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી, જ્યાં માત્ર વાહન અડચણ રૂપ મુદ્દે મામલો રક્તરંજીત હુમલામાં ફેરવાઈ ગયો. CCTV ફૂટેજમાં ટલ્લી ગેંગનો ત્રાસ હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા […]
શાળા સંચાલકોએ ઘટના દબાવવા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સીધા ઘરે મોકલ્યા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. બોલાવ ગામની આર્યમ શાળાની સ્કૂલ બસ ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ખાબકી ગઈ છે. ઘટના ઓલપાડ-કીમ સ્ટેટ હાઈવે પર ઉમરાચી ગામ નજીક બની હતી. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ બસમાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ હાઈવે પરથી નીચે ઊતરી ડ્રેનેજમાં […]










