Gujarat

બોનેટમાંથી નીકળ્યો ધુમાડો, ચાલક અને મિત્ર સમયસર બહાર નીકળ્યા, કાર બળીને ખાક

સુરત જિલ્લાના બારડોલી-કડોદ સ્ટેટ હાઈવે પર એક ડીઝલ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કાર નંબર GJ 05 JC 3198 ના ચાલક પરેશ માહ્યાવંશી અને તેમના મિત્ર મુસાફરી કરી રહ્યા હતા. ચાલુ મુસાફરી દરમિયાન કારના બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોતાં જ બંને જણા તરત કારમાંથી બહાર નીકળી ગયા હતા. થોડી જ […]

Gujarat

34 વર્ષીય કડિયા કામદારનું આકસ્મિક રીતે પડી જવાથી મોત

કામરેજના નવાગામ વિસ્તારમાં એક દુःખદ ઘટના સામે આવી છે. શ્યામ નગર-1માં રહેતા 34 વર્ષીય યોગેશભાઈ મનુભાઈ ભીલનું આકસ્મિક મોત નિપજ્યું છે. યોગેશભાઈ મૂળ ભાવનગર જિલ્લાના દાઠાગામના વતની હતા અને કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બનાવ મુજબ, યોગેશભાઈ નિલેશભાઈ મનુભાઈ ભીલના ઘરેથી પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન નવાગામની સીમમાં શ્યામનગરની ચોકડી પાસે […]

Gujarat

‘52 રત્નકલાકારોએ મંદીથી જીંદગી ટૂંકાવી, હજારોની રોજી ગઈ, બાળકોની ફી અને ઘરનાં ભાડાં ભરવા રૂપિયા નથી’

હીરા ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેમાં રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. મજૂરીના ભાવ અડધા થઈ ગયા છે. જોબવર્ક મજૂરી 1200 રૂપિયાથી 800 રૂપિયા થઈ ગઈ છે. 3 દિવસ પહેલાં જ એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો હતો. શહેરમાં 1 વર્ષમાં 52 રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. અનેક રત્નકલાકારો […]

Gujarat

ભેસ્તાન વિસ્તારમાં ત્રણ એકરમાં ફેલાયેલા ચિંદી કાપડના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, કલાકોની જહેમત બાદ કાબૂ મેળવાયો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો. ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચિંદીના ગોડાઉન આવેલા છે જેમાં કાપડનો ચિંદીનો જથ્થો હતો. જ્યાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ કલાકોની જહેમત બાદ કાબૂમાં આવ્યા બાદ પણ કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. ખુલ્લા પ્લોટમાં 50 કરતાં વધારે કાપડના ગોડાઉન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના […]

Gujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચની ગોપનિય રેડમાં 10 જુગારીઓ ઝડપાયા, 12.05 લાખનો મુદ્દામાલ કબજે

સુરત શહેરમાં એક વખત ફરીથી જુગારીઓ પર પોલીસનો કડક પ્રહાર થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આજે વહેલી સવારે સગરામપુરા, ગોલકીવાડની તીન કમાન બિલ્ડિંગના ત્રીજા માળે એક ગોપનીય રેડ કરી, જ્યાં અનેક ગુનાઓમાં શામેલ કુખ્યાત નઝીર ઉર્ફે ગુરુ ફાયરીંગ જુગાર રમતો ઝડપાયો. અત્યાર સુધી 12 ગુનાઓમાં શામેલ આ આરોપી જે હત્યા, ખંડણી અને આર્મ્સ એક્ટ જેવા […]

Gujarat

ગરમીએ રંગ બતાવવાનું શરૂ કર્યું; અમદાવાદ સહિત રાજ્યનાં 14 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ

રાજ્યના 9 જિલ્લામાં મંગળવારે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું હતું. આગાહી મુજબ રાજ્યનાં 14 શહેરોમંાં 40 ડિગ્રી કરતાં વધુ ગરમી નોંધાઈ હતી. જેમાં 42.8 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતું. બીજા ક્રમે રાજકોટમાં 42.3 અને કેશોદમાં 41.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં અમરેલી […]

Gujarat

શાહીબાગમાં શેરબજારનું ડબા ટ્રેડિંગ પકડાયું, પિતા અને પુત્ર ચલાવતા હતા

શાહીબાગ પોસ્ટ ઓફિસ સામે આવેલા સ્કાયગ્રીન્સ ફલેટમાં ચાલતા શેર બજારના ડબ્બા ટ્રેડીંગના કારોબારનો પીસીપીએ પર્દાફાશ કર્યો હતો. પિતા – પૂત્ર દ્વારા આ શેર બજારનું ડબ્બા ટ્રેડિંગ કરવા માટે નોકરી રાખવામાં આવેલા કર્ચમારીની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી કોમ્પ્યુટર, લેપટોપ, 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સ્કાયગ્રીન્સ ફલેટમાં રહેતા રાજેન્દ્રભાઈ બાબુભાઈ કોઠારી અને […]

Gujarat

નાનો ક્રિમિનલ હશે તો પણ નવો પાસપોર્ટ માત્ર એક વર્ષની મુદત સુધીનો જ નીકળશે

ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા માટે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યંુ છે. જેના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નાનો – મોટો કોઈ પણ ગુનો નોંધાયો હશે તો તેને નવો પાસપોર્ટ માત્ર 1 વર્ષ માટે જ મળશે. આવી વ્યક્તિને જો વિદેશ ફરવા જવં હશે તો પણ કોર્ટની મંજૂરી લેવી પડશે. જ્યારે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને જો […]

Gujarat

હવે ડોનેટ થયેલી કિડની પર મહિલા અને પુરુષોનો સમાન હક

ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એપ્રિલ 2020માં નોન લિવિંગ કિડની ડોનેશનમાં G-DOT (ડિઝીઝ્ડ ડોનર ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન) ગાઇડલાઇન લાગુ કરી. જેની અસર હવે જોવા મળી રહી છે. કિડની ડોનેશન બાદ તેના અલોટમેન્ટમાં મહિલાઓને 2 બોનસ પોઈન્ટ અને બાળકોમાં એક્સ્ટ્રા પોઈન્ટની સાથે ફ્રી ટ્રાન્સપ્લાન્ટને કારણે દીકરીઓમાં ટ્રાન્સપ્લાન્ટ વધ્યું છે. આમ આ […]

National

2025 ની હોળી પર,રમઝાનના બીજા સપ્તાહના શુક્રવારે સૌહાર્દ, ભાઈચારા, પ્રેમ અને સામાજિક સમરસતાની પ્રતિજ્ઞા લો

હોલિકા દહન સાથે,ચાલો આપણે આપણી નકારાત્મકતા અને દુષ્ટતાને બાળી નાખીએ અને આપણા ભાઈચારાને મજબૂત રંગોમાં રંગીએ. પરસ્પર ભાઈચારો, સદ્ભાવના, સૌહાર્દ અને માનવ સામાજિક સમરસતા દ્વારા જ અનીતિ પર ધર્મની જીત મેળવી શકીશું – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે તહેવારોનું પ્રતીક ભારતમાં, અનાદિ કાળથી, હજારો વર્ષોથી, તમામ તહેવારોને ખૂબ જ આત્મીયતા, […]