Gujarat

ખોટા દસ્તાવેજોથી બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવતા અને સાઇબર ફ્રોડમાં ઉપયોગ લેતા; રત્નકલાકાર, રિક્ષાચાલક સહિત સાતની અગાઉ ધરપકડ

સુરત સાઇબર ક્રાઇમ સેલે નકલી પેઢીઓ બનાવી બેંકો સાથે છેતરપિંડી કરવાના ગોટાળામાં સામેલ નાસતા ફરતા આરોપી નીલેશ નાયકને ઝડપી લીધો છે. આરોપી અને તેના સાગરીતો ખોટા દસ્તાવેજો તૈયાર કરીને બેંકોમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવતા અને તેનો સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેતા. અગાઉ સાત લોકોની ધરપકડ કરાઈ છે. આ ગેંગમાં એક ઓટો ડ્રાઈવર, બે હીરા મજૂર, એક […]

Gujarat

મુડતથી ગેરકાયદેસર માટી ખનન કરતું જેસીબી અને બે ટ્રક ઝડપાઈ

મહુવા તાલુકાના મુડત ગામે ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડની ટીમે રેડ પાડી ગેરકાયદેસર ચાલતુ માટી ખનન ઝડપી પાડ્યુ હતુ.એફએસની ટીમ દ્વારા ઘટના સ્થળે થી ગેરકાયદેસર માટી ખનન કરતુ એક જેસીબી મશીન અને બે ટ્રક ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એફએસની ટીમ દ્વારા જેસીબીનો કબ્જો શેખપુર ગ્રામપંચાયતને જ્યારે બે ટ્રકનો કબ્જો મહુવા પોલીસને આપી લાખ્ખો રૂપિયાનો […]

Gujarat

સુરતમાં બે સગા ભાઈનો જીવ લેનાર નબીરા વિરૂદ્ધ પોલીસનો સકંજો વધુ કસાયો, ફાર્મ હાઉસ માલિકનું નિવેદન લેવાયું

સુરતમાં આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે રફતાર અને દારૂના નશામાં ચૂર થઈ કારને કાળ બનાવી બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કાર ચાલક કીર્તન ડાખરાના કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે. કીર્તન ડાખરા જ આ કાર ચલાવતો હતો તેના પુરાવા વધુ મજબૂત કરવા માટે […]

Gujarat

રાજપથ ક્લબ રોડ, શીલજ, બોપલ, ઘુમા, સરખેજ અને મક્તમપુરામાં પાણી નહીં આવે; ગુરુવારે સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી મળશે

અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ સર્કલ પર ઔડા દ્વારા બનાવવામાં આવનાર અંડરપાસમાં પાણીની મુખ્ય ટ્રંક લાઈન નડતરરૂપ હોવાથી તેને શિફ્ટ કરવા માટે તેમજ નવી નાખેલી લાઈનનું હયાત ટ્રંક લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે બુધવારે એસજી હાઇવે પર રાજપથ ક્લબ રોડ, શીલજ, બોપલ, ઘુમા, સરખેજ અને મક્તમપુરા વિસ્તારમાં સવારના પાણીના સપ્લાય બાદ તમામ […]

Gujarat

માંડ 8 સભ્યોની કમિટી, એમાં પણ ‘આપ’ના એક અને ભાજપના ત્રણ મળી ફક્ત ચાર કોર્પોરેટરો હાજર

ભાજપ શાસકો જનહિતના કામો બાબતે ફરી એક વખત ઉદાસીન દેખાયા છે, જેનું તાજું ઉદાહરણ આજે જોવા મળ્યું. આજરોજ લગભગ એક વર્ષ બાદ જાહેર પરિવહન સમિતિની મિટિંગ મળી હતી. કુલ 8 સભ્યોની સમિતિમાં અધ્યક્ષ સોમનાથ મરાઠે સહfત ભાજપના માંડ 3 કોર્પોરેટરો હાજર રહ્યાં હતાં. આમ આદમી પાર્ટીના એકમાત્ર મહિલા કોર્પોરેટર શોભનાબેન કેવડિયા હાજર હતાં. એટલે કે, […]

Gujarat

ફેબ્રુઆરી માસના પ્રથમ બે અઠવાડીયામાં જ ગરમીનો અનુભવ; સતત પાંચ દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાતા ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટા ભાગોના શહેરોમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જ્યારે લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુનો વધારો નોંધાયો છે. એકાએક લઘુતમ તાપમાનનો પારો ઉચકાતા અમદાવાદ […]

Gujarat

ઘટનાના 17 કલાક બાદ FIR દાખલ કરવાની તજવીજ, પોલીસ પર હુમલાની આ બીજી ઘટના

પોલીસના ડંડાથી પોલીસને જ માર પડ્યો છે અને આ ઘટના સુરત શહેરના અઠવા વિસ્તારમાં બની છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ઘટનાને 17 કલાક થઈ ગયા પછી પણ પોલીસે પોતાના જ માર ખાધેલાની ફરિયાદ દાખલ કરી નથી. ભાટેના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછા કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ત્રણથી ચાર […]

Gujarat

ભરૂચ-સુરત વચ્ચે 100 મી. લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું ઇન્સ્ટોલેશન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ભરૂચ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે સુરતની હદમાં પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. આ પુલ બે સ્પાન ધરાવે છે, 100 મીટર, 60 […]

Gujarat

‘આપણે જ પેપર કાઢ્યું હતું, આવી ગયુંને આખું પેપર’ ઉમેદવારોના ગ્રૂપમાં નર્સિંગ ક્લાસનો મેસેજ ફરતો થયો

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાની સોમવારે જાહેર કરાયેલી આન્સર કીમાં સાચા જવાબનો દરેકનો ક્રમ એબીસીડી, એબીસીડી હોવાથી ઉમેદવારોએ ગેરરીતિની શંકા વ્યક્ત કરી હતી, જેના પગલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસ કરતા પહેલા આરોગ્ય વિભાગે 14મી ફેબ્રુઆરી સુધીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરીની કાર્યાલયમાં ઉમેદવારોને રજૂઆત કરવાની […]

Gujarat

ઉડાન ભરવાની 5 મિનિટ પહેલાં જાણ કરી, મુસાફરોએ એરપોર્ટ પર જ હાય હાયના નારા લગાવ્યા

અકાસા એર QP 1146 દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં હોબાળો પેસેન્જરોએ હોબાળો મચાવ્યો. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું જણાવતા પેસેન્જરોએ પિત્તો ગુમાવ્યો અને હાય હાયના નારા લગાવ્યા. મહિલાઓ અને બાળકો પરેશાન થઈને ફ્લાઈટના કર્મચારીઓને બાનમાં લીધા હતા. પેસેન્જરો હજુ એરપોર્ટ પર રઝળપાટ કરી રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ, ફ્લાઈટ ઉડાન […]