ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જના ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં અંદાજે 2 થી 3 વર્ષનો સિંહ પડી જતા રેસ્ક્યુ કરાયું હતુ. નાના સમઢિયાળા ગામે હિંમતભાઈ વાલજીભાઈ રાખોલિયાના ખુલ્લા ખેતરમાં આવેલા કૂવામાં સિંહ પડી ગયો હોવાની માહિતી મળતાં જ જસાધાર રેન્જના જસાધાર રાઉન્ડનો સ્ટાફ તેમજ તુલસીશ્યામ રેન્જના રબારીકા […]
Author: JKJGS
નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર
નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદને કારણે રસુવા જિલ્લા સહિત નેપાળના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતને પગલે નેપાળમાં ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની સલામતી અને સહાય માટે જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના પરિવારજનો જિલ્લા કંટ્રોલરૂમ નંબર 02876-285063/64 અને […]
નિકોલમાં વૃદ્ધ દંપતીના ઘરે તસ્કરો ત્રાટક્યા પુત્રને મળવા સુરત ગયા’ને તસ્કરો ₹2.99ની રોકડ સહિત 6.77 લાખની ચોરી કરી ફરાર
અમદાવાદના નિકોલ વિસ્તારમાં વૃદ્ધ દંપતી સુરત પુત્રને મળવા ગયા હતા ત્યારે તસ્કરો ઘરમાંથી ₹ 6.77 લાખની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો બાલ્કનીનો દરવાજો ખોલીને ઘરમાં ઘુસ્યા હતા. આ અંગે નિકોલ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દંપતી પુત્રને મળવા સુરત ગયું હતું કઠવાળા ગેલેક્ષી હોમ્સ બંગલોઝમાં રહેતા 69 […]
ઈસનપુરના સોની વેપારી સાથે 2.19 કરોડની ઠગાઈ
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને રતનપોળમાં સોનાના દાગીનાનો વેપાર કરતા વેપારી સાથે આસામના ચાર ગઠિયાઓએ રૂ. 2.19 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ શરૂઆતમાં નાનો વેપાર કરી વિશ્વાસ જીત્યા બાદ રૂ. 2,19,62,500ની કિંમતના 1624 ગ્રામ સોનાના દાગીનાનો મોટો ઓર્ડર આપ્યો હતો. ગુવાહાટી ખાતે દાગીના મેળવી લીધા બાદ અસલી પેમેન્ટના બદલે માત્ર સોનાનો વરખ ચડાવેલી અન્ય ધાતુની […]
રી-ડેવલપમેન્ટનું કામ ન મળતા બિલ્ડરે મહિલાઓનો પીછો કરી ગાળો આપી
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક બિલ્ડરને રી ડેવલોપમેન્ટનું કામ ન મળતા બિલ્ડરે સોસાયટીની મહિલાઓનો પીછો કરી બીભત્સ ગાળો આપી હતી. સોસાયટીનું વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અશ્લીલ મેસેજ અને કોમેન્ટ કરી હતી. બિલ્ડરના સતત ત્રાસથી કંટાળીને સોસાયટીની મહિલાઓએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાકડા પર મહિલાઓ જોઇને બાકડા સાથે ગાડી અથડાવી શહેરના સુભાષબ્રિજ પાસે […]
જેતપુરના ખોડપરામાં રૂ. 1.10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
જેતપુરના ખોડપરા વિસ્તારમાં થયેલી રૂ. 1.10 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 28 ગુનાહિત ઇતિહાસ ધરાવતા નામચીન તસ્કર અશોક ઉર્ફે હરસુખ ગભરુભાઈ ડાભીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું પક્કડ અને રોકડ રકમ જપ્ત કરી, જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનો ડિટેક્ટ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય […]
કેટરર્સમાં કામે જતી સગીરાને ભોમેશ્વર વિસ્તારના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધ્યા
રાજકોટ શહેરમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક શર્મજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી માત્ર 15 વર્ષની સગીરાને કેટરર્સના કામ દરમિયાન પરિચયમાં આવેલા એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ 4 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને મોઢું ખોલશે તો જાનથી મારી નાખવાની […]
ગોંડલમાં અર્ટીગા કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ પકડાયો
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અર્ટીગા કારના ચોરખાનામાં છુપાવેલો રૂ. 61,440 નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ રૂ. 3.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ […]
રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માખી નીકળી
રાજકોટમાં ખાણીપીણીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પ્રખ્યાત ડોમિનોઝ પિત્ઝાની શોપમાં પિત્ઝામાંથી માખી નીકળી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સેટેલાઈટ ચોક પાસે આવેલી પિત્ઝા શોપમાં પિત્ઝામાંથી માખી નીકળતા ગ્રાહકે વેપારીને આ બાબતે ફરિયાદ કરી હતી, પરંતુ વેપારીએ બચાવ કર્યો કે પિત્ઝા આપ્યા બાદ માખી પડી છે. જોકે હકીકત એ હતી કે માખી […]
જામનગર નજીક ફલ્લા પાસે 2.9 કિલો ગાંજો ઝડપાયો
જામનગર જિલ્લામાં “નો ડ્રગ્સ ઇન જામનગર” અભિયાન અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. SOG અને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ફલ્લા ગામ નજીકથી 2 કિલો 900 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન […]










