International

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનો ચોંકાવનારો દાવો!!

‘ઈરાને મારા એક પુત્રને મારી નાખવાનો પ્રયાસ કર્યો‘: બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે, ઈરાને તેમના બે પુત્રોમાંથી એકની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ વિગતો આપી ન હતી. ઇઝરાયલની ચેનલ ૧૪ સાથેના ફોન ઇન્ટરવ્યુમાં, નેતન્યાહૂએ કહ્યું, “કંઈક અવિશ્વસનીય બન્યું: ઈરાને મારા એક પુત્રને નિશાન બનાવ્યો. ઈરાને મારા એક […]

Gujarat

સુરત-અમદાવાદ-ગાંધીનગર-રાજકોટ ઝોનમાં મોટા ફેરફાર, જુઓ કોને ક્યાં મુકાયા

રાજ્યના શહેરી વહીવટીતંત્રમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની નગરપાલિકાના ચીફ ઓફિસર સંવર્ગના 25 અધિકારીની બદલી અને નવી નિમણૂકના આદેશો કર્યા છે. 24 ઓગસ્ટે મંજૂર કરાયેલા આ હુકમથી અનેક નગરપાલિકાઓ ઉપરાંત સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર કક્ષાના પદના અધિકારીઓમાં પણ ફેરફાર થયો છે. સુરત મ્યુનિ.માં […]

Gujarat

બોટાદમાં VHP દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ

બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા 41મી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ શોભાયાત્રાને ભવ્ય બનાવવા માટે VHPના સ્વયંસેવકો સક્રિય બન્યા છે.તૈયારીઓના ભાગરૂપે, VHPના સ્વયંસેવકોએ રાત્રિના સમયે શહેરના વિવિધ રાજમાર્ગો પર ‘જય જય શ્રી રામ’ના નારા સાથે કેસરી ધજાઓ લહેરાવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. બોટાદ […]

Gujarat

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવનો ‘શૌર્ય શૃંગાર

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર અને શ્રાવણ સુદ દ્વાદશીના શુભ અવસરે, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ‘શૌર્ય શૃંગાર’ કરવામાં આવ્યો હતો. રત્નાકર તટે બિરાજમાન ભગવાન સોમનાથના આ અલૌકિક શૃંગારમાં શિવજીના શૌર્ય અને દિવ્ય શક્તિની ઝાંખી જોવા મળી હતી. આ વિશેષ શૌર્ય શૃંગારમાં ભગવાન સોમનાથને ત્રિશૂળ, પરશુ, ગદા, પદ્મ, ખડગ, ધનુષ, શંખ, બાણ, ચક્ર, પંચ […]

Gujarat

ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં દોડધામ, કચરાના ઢગલા સામે વેપારીઓમાં રોષ

વેરાવળ શહેરના ગાંધી ચોક વઘારીયા બજારના કોર્નર પાસે આવેલા PGVCLના સબ સ્ટેશનમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. આગની જાણ સ્થાનિક વેપારીઓ દ્વારા PGVCL તેમજ ફાયર વિભાગને કરવામાં આવતાં વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સબ સ્ટેશનની આસપાસ અત્યંત ગીચ રહેણાંક વિસ્તાર તેમજ […]

Gujarat

અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદની યુવતી સાથે ઠગાઈ

અમદાવાદની યુવતીને અમેરિકા અભ્યાસ માટે મોકલવાની લાલચ આપી વિઝા એજન્ટો દ્વારા F-1 સ્ટુડન્ટ વિઝા ન મળતા M-1 ફ્લાઇટ ટ્રેનિંગ વિઝા અપાવવાની વાત કરી હતી અને આરોપીઓએ અલગ-અલગ ફી, સર્વિસ ચાર્જ અને ટ્રેનિંગ ફીના નામે 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ પાસપોર્ટ પર અમેરિકાના પાંચ વર્ષના M-1 વિઝાનો ખોટો સ્ટેમ્પ લગાવી તેને સાચો વિઝા હોવાનું કહીને […]

Gujarat

ગુજરાતમાં H1N1 સામે આરોગ્ય વિભાગ એલર્ટ, પાનશેરીયાએ કહ્યું-હાલ ચિંતા નહીં

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે ગુજરાતનું આરોગ્ય તંત્ર સીઝનલ ફ્લૂ (H1N1) સામે પણ આગોતરી તૈયારીમાં લાગી ગયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠકમાં સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડીન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ જોડાયા […]

Gujarat

દહેગામના નાંદોલમાં જુગાર રમતા 5 ઝડપાયા

દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદોલ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹11,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટી અને દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનની સૂચનાથી દહેગામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા […]

Gujarat

મણિનગરમાં 5 કલાક ચિંતન-મંથન, PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણી પર પણ ચર્ચા

ગુજરાત સરકારના તમામ મંત્રીઓને આવતીકાલે મણિનગર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યાલય ખાતે યોજાનારી ઉચ્ચ સ્તરીય સમન્વય બેઠક માટે તેડું મોકલવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાનારી આ 5 કલાકની વિસ્તૃત બેઠકમાં સરકાર અને સંઘ વચ્ચેના સંગઠનાત્મક તાલમેલ ઉપરાંત રાજ્યની પ્રવર્તમાન રાજકીય, સામાજિક અને વહીવટી પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચિંતન-મંથન હાથ […]

Gujarat

કેનેડા PR વિઝાના નામે રૂ.97.50 લાખની ઠગાઈ

ગાંધીનગરના કુડાસણ સ્થિત ‘વીન વીન ઓવરસીઝ’ નામના વિઝા એજન્ટે કેનેડાના PR વિઝા અપાવવાની લાલચ આપીને એક જ પરિવારના ભાઈ-બહેન પાસેથી રૂ. 97.50 લાખ પડાવી લીધા છે. એજન્ટે PR વિઝા આપવાને બદલે માત્ર ક્લોઝ વર્ક પરમિટ આપતાં કેનેડા પહોંચેલા ભાઈ-બહેનને અંતે ભારત પરત ફરવું પડ્યું હતું. આ અંગે પીડિત પરિવારે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે […]