Gujarat

સુરતમાં 42 સ્કૂલને ફાયર સેફ્ટી, ગ્રાઉન્ડ અને BU અભાવે મંજૂરી નહીં, અનેક ટ્રસ્ટ અપીલમાં ગયાં

વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક સત્રમાં સુરત શહેર અને જિલ્લામાં માત્ર એક જ નવી સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 42 નવી સ્કૂલોની અરજી રદ કરવામાં આવી છે. જરૂરી સુવિધા ન હોવાથી અરજી ફગાવી દેવાઈ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ધોરણ 1થી 8 માટે 43 સ્કૂલ શરૂ કરવાની અરજી કરવામાં આવી હતી. ધો.1થી 5 માટે 24 સ્કૂલ અને […]

Gujarat

સણોસરા ગ્રામ પંચાયત હાઇસ્કુલ ખાતે આયોજીત કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો લાભ લેતા ૬૫ વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓને કલાસરૂમના ડિજિટલ બોર્ડ પર “મારી યોજના” પોર્ટલ અંગે વિસ્તૃત માહિતી અપાઈ ગુજરાત રાજ્યનાં બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સરકારે જુદી જુદી યોજનાઓ અમલી બનાવી છે. વિદ્યાર્થીઓને પોતાની આવડત અને કૌશલ્યને અનુરૂપ કારકિર્દીની દિશા મળે, તે માટે રાજકોટ જિલ્લાના સણોસરા ગ્રામ પંચાયત હાઇસ્કુલ ખાતે રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]

Gujarat

રાજકોટ જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ નિમિત્તે બાળકોને કૃમિનાશક ગોળી અપાશે

૦૧ વર્ષથી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવા અનુરોધ દેશભરમાં તા. ૨૦ માર્ચના રોજ રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ જિલ્‍લામાં તા. ૨૦ માર્ચના રોજ રાઉન્ડ અને તા. ૨૭ માર્ચના રોજ મોપ અપ રાઉન્ડ યોજાશે. જેમાં ૦૧ વર્ષથી ૧૯ વર્ષના આશરે ૩,૬૭,૦૦૦ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવશે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે યોજાયો પચ્ચીસ વર્ષિય પાટોત્સવ

સા.કુંડલા તાલુકાના વંડા ગામે તા. ૧૭-૩ – ૨૦૨૫ ના રોજ ૫. પૂ. ધર્મ ધૂંરઘર ૧૦૦૮ આચાર્ય શ્રીઅજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પ. પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ વડતાલથી પ.પૂ. વંદનિય માતૃશ્રી પધાર્યા હતા તથા ગઢડાથી સંતોની પણ પધરામણી થઈ હતી. આ પ્રસંગે પ. પૂ. વંદનિય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજની સા.કું.ના હરિભક્તોએ […]

Gujarat

ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય તથા ગુજરાત સરકાર દ્વારા શ્રી અશરફ આર. કુરેશીની હજ 2025 માટે  સ્ટેટ હજ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી

ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ભારત દેશમાંથી હજ યાત્રા માટે જતા હજ યાત્રીઓને જરૂરી સુવિધાઓ અને સહાય પૂરી પાડવા માટે વિવિધ રાજ્યોની રાજ્ય સરકારમાં સરકારી અધિકારી કર્મચારી તરીકે સેવા આપતા હોય તેઓને રાજ્ય હજ નિરીક્ષક તરીકે હજ યાત્રીઓને સારી સેવા મળે તથા ભારતના કોન્સ્યુલેટ જનરલ (CGI )ને સાઉદી અરેબિયા દેશ ખાતે મદદ કરવા માટે […]

Gujarat

કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા હવે આરોગ્ય સારવાર ક્ષેત્રે અગ્રેસર 

કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા જી.અમરેલી સાવરકુંડલામાં આવેલી કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં અધિક્ષકશ્રી ક્રિશ્નાબેન હરિયાણીના માર્ગદશન તળે ગાયનેક વિભાગમાં  ૪૨ વર્ષે મહિલા દર્દી માધવીબેન પ્રદીપભાઈ ગૌસ્વામીના ગર્ભાશયની કોથળી કાઢવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન ડો.હાર્દિક બોરીસાગર સાહેબ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા દર્દી માધવીબેન પ્રદીપભાઈ ગૌસ્વામીનું  તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ઓપીડી […]

Gujarat

સાવરકુંડલામાં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૦૦૦ ચકલીઘરનું વિતરણ

સાવ આટલું થવાયું રુક્ષ કેમ? સગવડોની ઝંઝટમાં હટ્યું લક્ષ કેમ? સાવ નાનકડી ચકલી આજે પૂછે એમ; આશરો હતો અમારો એ વૃક્ષ થયું ગુમ કેમ? —“પાંધી સર” અરે ભાઈ નિર્દોષ પક્ષી અને ભુલકાઓને વ્હાલી ચકલીનું ચિં. ચિં.. સાંભળવું હશે તો લુપ્ત થતી આ ચકલીઓની સાર સંભાળ રાખવી પડશે. એક હતો ચકો અને એક હતી ચકી.. ચકો […]

Gujarat

આજે બપોર બાદ તેઓ પરત ફર્યા, જામનગર એરપોર્ટ પર ભક્તોએ જય શ્રી રામનો જય જયકાર કર્યો

જામનગરમાં રિલાયન્સના વિશ્વના સૌથી મોટા વન્યજીવ રેસ્ક્યુ સેન્ટર ‘વનતારા’ની મુલાકાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પધાર્યા હતા. તેઓ બે દિવસ પહેલા રાત્રે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વનતારા ખાતે તેઓએ બે રાત્રિ અને એક દિવસનું રોકાણ રહ્યું હતું. રિલાયન્સના અનંત અંબાણી દ્વારા સ્થાપિત આ કેન્દ્રમાં વન્યજીવોના રક્ષણ અને સારવાર માટેની વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે. શ્રી […]

Gujarat

46 લાખના બાકી વેરા મુદ્દે વડોદરા મનપાની કડક કાર્યવાહી, લક્ષ્યાંકની સામે હજી પણ 78 કરોડની વસૂલાત બાકી

વડોદરા કોર્પોરેશન દ્વારા મિલકત વેરાનો નિર્ધારીત લક્ષ્યાંક પૂરો કરવા માટે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 2 વર્ષનો રૂપિયા 46 લાખ વેરો ભરપાઇ ન કરનાર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના મકરપુરા એસ.ટી. ડેપોની ઓફિસ અને કેન્ટીનને આજે સીલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગર પાલિકાના કરોડો રૂપિયાના […]

Gujarat

રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં તાલુકા કક્ષાએ અગ્નિવીર (આર્મી) ભરતી, 10 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ 21થી 24 વર્ષના ધો 10 અને 12 આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો 12 માસની ઈન્ટર્નશીપ માટે www.pminternship.mca.gov.in ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 31/3/2025 છે, તેમજ અગ્નિવીર (આર્મી) ભરતી માટે ધો 8, 10, 12, આઈટીઆઈ, ડિપ્લોમા થયેલા 17.5થી 21 વર્ષના અપરણિત પુરુષ અને ધો. 10 પાસ (45 ટકા) થયેલી અપરણિત મહિલા […]