ગોંડલ શહેરમાં આવેલ કોલેજ ચોક ખાતે હનુમાન મંદિર નજીક એક સગીર વયના બાળકને લાકડાના ધોકા વડે માર મારવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં સગીરના પિતા પહોંચતા તેમને પણ માર મારવામાં આવ્યા હતા. જ્યારે છોડાવવા વચ્ચે પડેલી સગીરની માતાની ચૂંદડી ખેંચી ધક્કો મારી બળજબરી કરતા ગોંડલ બી-ડિવિઝન પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ […]
Author: JKJGS
વડોદરાના ખાસવાડી સ્મશાનમાં મહિલાઓ માટે શૌચાલય તેમજ બાથરૂમની વ્યવસ્થા કરવા માગ
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન CSR ફંડ હેઠળ નવું બનાવવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા આ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની કોઇ સુવિધા નથી. ત્યારે આ સ્મશાનમાં મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માગ કરી છે. […]
22-23 શનિ-રવિ અને 24, 25 માર્ચે હડતાળથી 4 દિવસ બેંકો બંધ રહેશે
બેંકોમાં 5 દિવસ વર્કિંગ, ગ્રેજ્યુઇટી રૂા.25 લાખ કરવી અને કર્મચારીઓની ભરતી સહિતના મુદ્દાઓ પડતર રહેતાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા સહિતની 12 બેંકોના વડોદરાના 4 હજાર કર્મચારીઓ મળીને દેશના 8 લાખ કર્મી 24 અને 25 માર્ચે હડતાળ પર ઊતરશે. જ્યારે આ પહેલાં 22 અને 23 માર્ચે પણ રજા હોવાથી 4 દિવસ બેંકો બંધ […]
રક્ષિતને બેફામ કાર હંકારવાની લત, અઢી મહિના પૂર્વે આ જ કાર પૂરઝડપે દોડાવતાં બેકાબૂ થઈ રોડ પરથી ઊતરી ગઈ હતી
કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે રક્ષિત ચોરસિયાએ આઠ જણાને કારથી ઉડાવી દેતાં. એક મહિલાનું મોત અને સાત જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે રક્ષિતે અઢી મહિના અગાઉ પણ આવી જ રીતે સેવાસી રોડ પર પણ આ જ કારને બેફામ હંકારી હતી અને કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. કારેલીબાગની ઘટના મુજબ પ્રાંશુ ચૌહાણ પણ રક્ષિતની […]
વડોદરા વિશ્વામિત્રી નદીમાં મગરોને હોમલેન્ડથી દૂર કરવામાં નહીં આવે, એક પછી એક સેક્સનમાં કામગીરી થશે
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ઓગસ્ટમાં માસમાં વિનાશક પૂર આવ્યું હતું. નદીમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝની વિવિધ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ કામગીરી દરમિયાન નદીમાં વસવાટ કરતા મગરોનું સ્થળાંતર કર્યા વગર એક […]
અસામાજિક તત્ત્વો વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી, 100 કલાકમાં સેંકડો ગુંડાઓની યાદી તૈયાર કરાઈ
રાજ્યના પોલીસ વડાએ 15 માર્ચે 2025એ અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે પોલીસે વિભાગે રાજ્યભરમાં ઝુંબેશ ચલાવી હતી. અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 17 માર્ચે યોજાયેલી બેઠક બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં […]
વેપારીને અંગરક્ષક રાખવા અને સરકાર તરફથી કરોડો રૂપિયાનું ઈનામ અપાવવાની લાલચ આપી, ખોટા દસ્તાવેજો અને હાઈકોર્ટના નકલી હુકમો બનાવ્યા
સરથાણા વિસ્તારમાં એક કાર્ટિંગના વેપારીને અંગરક્ષક રાખવા અને સરકાર તરફથી કરોડો રૂપિયાનું ઈનામ અપાવવાની લાલચ આપી 64.36 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પિતા-પુત્ર સામે સુરત પોલીસે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે. ઠગાઈ માટે પિતા-પુત્રે ખોટા દસ્તાવેજો અને હાઈકોર્ટના નકલી હુકમો બનાવ્યા હતા. સરથાણા પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ […]
ઓપન ક્લાસ ન રાખવા અને સમયગાળામાં ફેરફાર કરીને હવે સવારના 6થી 11 વાગ્યા સુધીના સમય રાખી શકાશે
ભારે ગરમી અને હીટવેવની સંભાવનાઓને જોતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલો માટે વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાની રીતે સમયગાળામાં ફેરફાર કરીને હવે સવારના 6થી 11 વાગ્યા સુધીના સમય માટે શિક્ષણ સુવિધા રાખી શકે છે. શહેરમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને […]
મિત્રને મળીને પરત ફરતા બે પિતરાઈ ભાઈના દુર્ઘટનામાં મોત, ફેક કરન્સીના બંને આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર
સુરતના ભાઠા વિસ્તારમાં રોડ અકસ્માતમાં ઉમરા ગામના બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે. બંને યુવકો પોતાના મિત્રને મળવા ગયા હતા અને પરત ફરતી વખતે તેમની બાઈક ઝાડ સાથે ભટકાઈ હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને અંતે તેમનું મૃત્યુ થયું. ઉમરા ગામ દમણ ફળીયામાં રહેતા 19 વર્ષીય કિશન કિરણભાઈ રાઠોડ ગેરેજમાં મીકેનીક તરીકે કામ કરતો […]
વેરાવળ-શાપર માં દશનામ ગોસ્વામી સમાજ ના સમાધિ સ્થાનના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાઈ
કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ખાતે આવેલ દશનામ ગોસ્વામી સમાજ ના સમાધિ સ્થાન ના લાભાર્થે ગત સાંજે ભવ્ય સંતવાણી સહીત ના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મહાદેવ ભગવાન ના સાનિધ્ય માં ભગવા ગ્રુપ ના સભ્યો તેમજ શાપર-વેરાવળ ગોસ્વામી મંડળ ના સભ્યો સહીત વેરાવળ ના સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ શાપર જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ ટીલાળા સહીતનાઓ […]










