Gujarat

બાજવાડામાં વૃદ્ધના ATM કાર્ડથી ₹75 હજાર ઉપાડી લીધા, કેરટેકરે દોઢ મહિનો નોકરી કરી ઠગાઈ આચરી

વડોદરામાં એક વૃદ્ધની સારસંભાળ માટે રાખવામાં આવેલા કેરટેકર પર તેમના ATM કાર્ડનો દુરુપયોગ કરી રૂ.75 હજાર ઉપાડી લેવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ વૃદ્ધની તબિયત નાદુરસ્ત હોવાથી પરિવારજનોએ તેમની દેખરેખ માટે કેરટેકરને રાખ્યો હતો. દરમિયાન બેંક ખાતામાંથી ATM મારફતે અલગ-અલગ સમયે રોકડ ઉપાડવામાં આવી હોવાની વિગતો સામે આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો […]

Gujarat

લક્ઝરી બસના હાઈડ્રોલિક ડોરના સેન્સર ફેલ્યોરે બાળકનો જીવ લીધો

વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના માર્ગ પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં માથું ફસાઈ જવાથી 7 વર્ષીય માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી કેસમાં કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઘટના સમયના મહત્વપૂર્ણ 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ થઈ […]

Gujarat

જામનગરના ગુલાબનગરમાં મહિલાની સોનાની ચેઇન સરેઆમ ચીલઝડપ થઈ

ગુલાબનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી ચિલઝડપની ઘટના સામે આવી છે. ગુલાબનગર સ્થિત દયાનંદ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન કિશોરભાઈ પરમાર નામના મહિલા પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા તસ્કરે ક્ષણવારમાં તેમની નજર ચૂકવીને ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. બનાવ બનતા જ મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ તસ્કર […]

Gujarat

5.43 લાખ હેક્ટરથી વધુ વાવેતર પર તોળાતું સંભવત સંકટ

ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ અડધી વિતી જવા આવી હોવા છતાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાઓ પર મેઘરાજાની કૃપા વરસવાને બદલે રૂષણા જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યના 34 જિલ્લાઓ પૈકી સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને આમ જનતા ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે. આકાશમાં કાળાદિબાંગ વાદળો છવાય છે પરંતુ […]

Gujarat

જોડિયાના વાવડીમાં કિસાન સત્યાગ્રહીની તબિયત લથડી

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવાના નિર્ણય સામે ચાલી રહેલા અન્નત્યાગ સત્યાગ્રહ આંદોલનના બીજા દિવસે એક ઉપવાસી ખેડૂત નીરા મહારાજની તબિયત અચાનક લથડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સ્થળ પર હાજર લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેમને વધુ […]

Gujarat

લ્યો બોલો! ટાયરની દુકાનમાંથી ગાંજો ઝડપાયો

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા અને માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કપુરાઈ પોલીસે બાતમીના આધારે સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલી ટાયરની દુકાનમાં દરોડો પાડી 1,184 ગ્રામ વનસ્પતિજન્ય સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની કપુરાઈ […]

Gujarat

રાજકોટ મધ્યસ્થ જેલના જામીન મેળવી ફરાર થયેલ પેરોલ જમ્પ કેદીને અંજાર-ભુજ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.

રાજકોટ મધ્યસ્થ જેલના જામીન મેળવી ફરાર થયેલ પેરોલ જમ્પ કેદીને અંજાર-ભુજ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે P.I બી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.બી.ઘાસુરા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન […]

Gujarat

રાજકોટ ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.

રાજકોટ ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, P.I બી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.બી.ઘાસુરા તથા પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ […]

Gujarat

રાજકોટમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ.

રાજકોટમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, SOG P.I એન.બી.ચૌધરી ની રાહબરી હેઠળ વી.વી.ધ્રાંગુ ના માર્ગદર્શન […]

Gujarat

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. આવતીકાલ, 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હજારો ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે. અમેરિકાથી CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા તાત્કાલિક આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ અમેરિકાના […]