વડોદરા શહેરમાં નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે રોકાણના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમા કેનાલ રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટી સામે રહેતા 61 વર્ષીય નિવૃત્ત નાગરિક નિરંજનભાઈ પરષોત્તમભાઈ મહેતા સાથે એક્સિસ બેંકના કથિત સેલ્સ મેનેજરે વિશ્વાસ કેળવીને રૂપિયા 5 લાખની ઠગાઈ આચરી છે. આ મામલે ભોગ બનનાર સિનિયર […]
Gujarat
વડોદરામાં મોંઘો મોબાઈલ ખરીદવા જીદે ચડ્યો
વડોદરાના ગોત્રી વિસ્તારમાં 17 વર્ષના કિશોરે મોંઘો મોબાઇલ અપાવવા અને મોબાઇલના અતિશય ઉપયોગને લઈને માતા અને બહેનો સાથે મારપીટ અને ઘરમાં તોડફોડ કરતાં પરેશાન માતાએ અભયમ મહિલા હેલ્પલાઇન-181ની મદદ માંગી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને કિશોરને સમજાવતાં તેણે ભવિષ્યમાં મોબાઇલનો દુરુપયોગ નહીં કરી અભ્યાસ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી એક […]
16 મીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોને મળશે 10 ભવ્ય ઝાંખીના દિવ્ય દર્શન
ઈસ્કોન મંદિર મહેસાણા દ્વારા આવતીકાલે 16 જુલાઈ, 2026ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા બપોરે 2:30 કલાકે અવસર પાર્ટી પ્લોટ (મોઢેરા રોડ) ખાતેથી પ્રારંભ થશે અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાધનપુર રોડ સ્થિત ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે. આ વર્ષે રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના રથો […]
જીરા બાદ હવે વરિયાળીની વૈશ્વિક ઓળખ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ગુજરાતના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ઊંઝાની વરિયાળીને હવે વૈશ્વિક ઓળખ મળી છે. ભારત સરકારની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા “ઊંઝા વરિયાળી” (UNJHA FENNEL) ને સત્તાવાર રીતે પ્રતિષ્ઠિત GI ટેગ (Geographical Indication) એનાયત કરવામાં આવ્યો છે. જીરા બાદ ઊંઝાની વરિયાળી પણ વિશ્વભરમાં આગવી બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થશે. ખેતીવાડી ઉત્પન્ન […]
મહેસાણા LCBએ ફિલ્મી ઢબે પીછો કરતા કાર ખાતરામાં ઉતરી
મહેસાણા એલ.સી.બી. પોલીસ સ્ટાફે રથયાત્રા અનુસંધાને જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના બનતા અટકાવવા માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન વડનગર-ખેરાલુ હાઇવે પરથી મોટી માત્રામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક ટાટા સફારી ગાડી સહિત રાજસ્થાનના એક ઇસમને દબોચી લીધો છે. જ્યારે અન્ય એક આરોપી અંધારાનો લાભ […]
11થી 13 જુલાઈ દરમિયાન 120 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ લેવાશે
દેત્રોજ તાલુકાના કટોસણ રોડથી રણુંજ સુધીની ૬૩ કિલોમીટર લાંબી નવી બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફટી (CRS) દ્વારા મહત્વપૂર્ણ સલામતી નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નિરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેક, સિગ્નલિંગ, સ્ટેશન સુવિધાઓ અને પુલોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવે (અમદાવાદ મંડળ)ના DRM વેદ પ્રકાશ ગુપ્તા અને રેલ સંરક્ષા […]
ભાડજમાં આજે કલાકમાં ત્રણ લાખ રોપા ઉગાડાશે
ભાડજમાં ગોતા-ગોધાવી કેનાલ નજીક સત્વમ હાઇટ્સ પાસે મ્યુનિ.એ એક કલાકમાં ત્રણ લાખથી વધુ રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં રવિવારે આ નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાશે. આ સિવાય ગાંધીનગર લોકસભા વિસ્તારમાં લગભગ એક કરોડ રોપા એક જ દિવસે વવાશે. ઉપરાંત ભાટમાં પણ દેશી વૃક્ષ ઉગાડાશે. તે માટે […]
વૃદ્ધાશ્રમના વડીલો સહિત ગ્રામજનોએ તપાસનો લાભ લીધો
સાદરા ગામમાં 11 જુલાઈ, 2026 ના રોજ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધે ક્લિનિક ખાતે યોજાયેલા આ કેમ્પને SGS હોસ્પિટલ અને જિલ્લા પંચાયત સદસ્ય દશરથભાઈ પટેલનો સહયોગ મળ્યો હતો. આ કેમ્પમાં સામાજિક કાર્યકર્તા કનુભાઈ ગૌસ્વામી, જિલ્લા પંચાયત સદસ્ય દશરથભાઈ પટેલ, રાવલ પંકજ, મયુરભાઈ દરજી, દેસાઈ નરેશ અને પટેલ વિપિન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત […]
મેઘાણીનગરમાં પિતાના ત્રાસથી ધો.12ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પિતાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. દારૂડિયા પિતા દ્વારા અવારનવાર કરાતી મારપીટ અને ‘તું મરી જા’ તેવા આપેલા મહેણાંથી લાગી આવતા પુત્રીએ આ અંતિમ પગલું ભર્યું હતું. મેઘાણીનગર પોલીસે આ મામલે સગીરાના મોત માટે જવાબદાર રિક્ષાચાલક પિતા સામે […]
રાજકોટમાં પાડોશીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના જામનગર રોડ પર રહેતા નરાધમે પાડોશી ધર્મને લજવી સગીરાને એકલી જોઈ તેનો હાથ પકડી પોતાના ઘરે લઇ જઇ પોતાની હવસનો શિકાર બનાવી બાદમાં જાનથી મારી નાખવા ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આખરે ત્રણ મહિના બાદ શારીરિક માનસિક ત્રાસથી કંટાળી બનાવ અંગે જાણ […]










